કાવેરી જળ વિવાદના કારણે હવે તમિલનાડુમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે
IPL-૨૦૧૮ની ચેન્નાઈના એમ.એ ચિદમ્બરમ મેદાન પર રમવામાં આવેલ મેચ દરમિયાન બૂટ ફેંકવાથી સ્ટેડિયમ બહાર ભારે વિરોધ થવાના પગલે હવે નવા સ્થાન પર મેચો રમાડવા અંગે વિચારણા ચાલી રહી છે. જેમાં હાલના અહેવાલ અનુસાર ચાર શહેરોના નામ ચર્ચામાં છે.
જોકે આઈપીએલના આ મેચ હવે પુણેમાં રમાડાઈ તેવી ચર્ચા શરૂ થતા આઈપીએલના મેચનો રાજકોટનો પ્યાલો છીનવાઈ ગયો છે.
જેમાં ગુજરાતના રાજકોટ, વિશાખાપત્તનમ, તિરુવનંતપુરમ, અને પૂણેના નામ આગળ ચાલી રહ્યા છે.
આ મામલે જાણકારી આપતાં IPLના ચેરમેન રાજીવ શુક્લાએ પુષ્ટિ કરી છે. શુક્લાએ કહ્યું કે,ચેન્નાઈના મેચને શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.
કારણ કે ચેન્નાઈ પોલીસ ખેલાડીઓની સુરક્ષા માટે કોઈ પણ ખામી રાખવા માંગતું ન હતું. પૂણેમાં મેચ શિફ્ટ કરવા સામે CSKને પણ કોઈ વાંધો નથી.
આ અંગે અગાઉ ઘણાં નામો પર વિચારણાં થઈ રહી હતી પરંતુ આખરે પૂણેની પસંદગી કરવામાં આવી છે જેના માટેનું કારણે ત્યાંની પરિસ્થિતિ ખેલાડીઓ માટે પણ અનુકૂળ છે.
આયોજન માટે ચાર શહેરોના નામની પસંદગી કરી છે.
જેમાંથી કોઈ પણ એક સ્થાન પર આયોજન કરવામાં આવી શકે છે.
આ અગાઉ CSKની મેચોના સ્થાન બદલવા અંગે કહેવામાં આવ્યું હતું. કાવેરી જળ વિવાદના કારણે હવે તમિલનાડુમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે.
તેવી સ્થિતિમાં વિરોધ વચ્ચે પોલીસ ખેલાડીઓની સુરક્ષા માટે કોઈ પણ જોખમ લેવા માંગતી નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,