ઈસરોએ ગુરુવારે વહેલી સવારે તેમના અંતરિક્ષ કેન્દ્રથી પીએસએલવી- સી 41 લોન્ચિંગ વેહિકલ દ્વારા IRNSS-1I સેટેલાઈટનું સફળ લોન્ચિગં કર્યું છે. આ નેવીગેશન સેટેલાઈટનું વજન 1,425 કિલો છે. આ સેટેલાઈટનું ઉપયોગ મેપ તૈયાર કરવા, સાચો સમય બતાવવા, સમુદ્રમાં દિશા બતાવવા, માછીમારોને વધારે માછલી વાળી જગ્યા બતાવવા અને સૈન્ય ક્ષેત્રમાં મદદ કરશે. આ સેટેલાઈટ IRNSS-1Hની જગ્યા લેશે. તેનું લોન્ચિંગ ગયા વર્ષે 31 ઓગસ્ટે કરવામાં આવ્યું હતું પરંતુ તે નિષ્ફળ રહ્યું હતું.
આ સેટેલાઈટથી કોને કોને થશે ફાયદો
2 પ્રકારની સર્વિસ- સ્ટાન્ડર્ડ પોઝિશનિંગ અને રેસ્ટ્રિક્ટેડ સર્વિસ મળશે. સ્ટાન્ડર્ડ પોઝિશનિંગનો બધાને લાભ મળશે, જ્યારે રેસ્ટ્રિક્ટેડનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવશે.
હવામાન અને માછીમાર- નેવિગેશન સેટેલાઈટ મર્ચન્ટ શિપને મદદ કરશે. ખાસરીતે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં ઘણી મદદ મળશે.
ટ્રાન્સપોર્ટ- સેટેલાઈટ રોડ ટ્રાન્સપોર્ટ સેક્ટરને અંતરનો ખ્યાલ આવશે અને વાહનોને ટ્રેક કરવામાં પણ મદદ મળશે.
રેલવે- રેલવેને ટ્રેનોને ટ્રેક કરવાની સાથે અનમૈન્ડ રેલવે ક્રોસિંગ સાથે જોડાયેલી માહિતી પણ મળશે.
સ્માર્ટફોન- સેટેલાઈટની સેવાઓનો ફાયદો સ્માટ્ટ ફોનમાં એપ દ્વારા મેળવી શકાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com