પાણી વિતરણની મુખ્ય લાઈનમાં મોટા–મોટા કનેકશન લઈ લેવાતા લોકો તરસ્યા: પંચાયતની ખામી ભરેલી વિતરણ વ્યવસના કારણે લોકો છતે પાણીએ પાણી વગરના
રાજકોટ તાલુકાના કુચિયાદળ ગામમાં છતે પાણીએ લોકો પાણી વગરના રહેતા આ મામલે લોકોએ તંત્ર સામે મોરચો ખોલતા આજે પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાની, તાલુકા મામલતદાર ખાનપરા તેમજ ટીડીઓ સહિતના અધિકારીઓ કુચિયાદળ ગામે દોડી ગયા હતા અને પાણી પ્રશ્ર્નો ઉકેલવા પ્રયાસો હાથ ધર્યા હતા.જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ તાલુકાના કુચિયાદળ ગામે નિયમીત રીતે પાઈપ લાઈન મારફતે પાણીનો જથ્થો આપવામાં આવી રહ્યો છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને આપવામાં આવેલી પાણીની લાઈનમાં લોકોએ મન પડે તેવા કનેકશનો લઈ લેતા ઉંચાણવાળા ભાગોમાં રહેતા લોકોને પાણી ન મળતા ભર ઉનાળે લોકોમાં દેકારો મચી જવા પામ્યો છે.
બીજી તરફ ગ્રામ પંચાયતની વાલા-દવલાની નીતિના કારણે લોકો પાણીના વગરના રહેતા તાલુકા પંચાયત અને તાલુકા મામલતદાર કચેરીમાં આક્રમક રજૂઆત કરતા આજે પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાની, તાલુકા મામલતદાર ખાનપરા અને રાજકોટ તાલુકા પંચાયત વિકાસ અધિકારીઓ સહિતનો કાફલો કુચિયાદળ ખાતે દોડી ગયો હતો અને પાણી સમસ્યા અંગે લોકોને સાંભળ્યા હતા.
દરમિયાન તાલુકા મામલતદાર ખાનપરાએ જણાવ્યું હતું કે, ગામને પાણીનો જથ્ો નિયમીત રીતે આપવામાં આવે છે પરંતુ ગ્રામ પંચાયતની પાણીની મુખ્ય લાઈનમાંથી આપવામાં આવેલા કનેકશનોમાં લોકોએ મન પડે તેમ મસમોટા કનેકશનો લઈ લીધા હોય. ઉંચાણવાળા ભાગોમાં પાણી ન પહોંચતા આ સમસ્યા સર્જાય છે. જેથી પંચાયત બોડીને તાત્કાલીક અસરી મોટા કનેકશનો ચેક કરી તમામ લોકોને પાણી મળે તેવી વ્યવસ ગોઠવી કુચિયાદળનો પાણીનો પ્રશ્ર્ન હલ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com