સેટેલાઇટ ટ્રેકીંગ સીસ્ટમ અને અન્ય સ્ત્રોતો થકી જીસેટ-૬એ ના ચોકકસ સ્થાન વિશે તાગ મળ્યો: ઇસરો ચેરમેન કે સિવાન
હાશ….. ગુમ થયેલી કોમ્યુનીકેશન સેટેલાઇટ જીસેટ- ૬-એ ફરી ઇસરોના સંપર્કમાં આવી ગઇ છે. ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ દાવો કર્યો છે કે, જીસેટ-૬-એનું ચોકકસ સ્થાન અને સિગ્નલ તેઓને પાછા મળી ગયા છે.
જણાવી દઇએ છે કે જીસેટ ૬-એ એક કોમ્યુનીકેશન સેટેલાઇટ છે કે જે ર૯ માર્ચના રોજ શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવી હતી. લોન્ચ થયાના તુરંત બાદ જ આ સેટેલાઇટ સાથેનો સંપર્ક તુટીગયો હતો. અને તે કયાં છે ? તે અંગે ઇસરોમાં અસમંજસ પ્રવર્તી હતી. જો કે હાલ આ સેટેલાઇટનો ફરી સંપર્ક થઇ ગયો છે અને તેનું ચોકકસ સ્થાન ખબર પડી ગઇ છે તેમ ઇસરોએ દાવો કર્યો છે. ઇસરોના ચેરમેન ડો. કે.સીવાને કહ્યું કે, સેટેલાઇટ ટ્રેકીંગ સીસ્ટમ અને અન્ય સ્ત્રોતોના માઘ્યમથી એ જાણવામાં સફળ થયા છે એ કો જીએસ ૬-એ સેટેલાઇટ કયાં છે તેનું ચોકકસ સ્થાનની જાણકારી મેળવી છે અને હવે તેના પર ઊંડી નજર રાખી રહ્યા છીએ.
ડો. કે.સીવાને કહ્યું કે, અમનેુ આશા છે કે જીસેટ એ-એ સેટેલાઇટ ગ્રાઉન્ડ સ્ટેશન પરથી સીગ્નલ મેળવશે અને કોમ્યુનિકેશન કરશે. આ સેટેલાઇટ ભારતીય સેના માટે સંચાર સેવાઓને વધુ મજબુત અને સુવિધાજનક બનાવશે. તેમજ આ જીસેટ ૬-એ દ્વારા હાઇ થર્સ્ટ વિકાસ એન્જીન સહીતની પઘ્ધતિઓને પ્રમાણિત કરાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,