૧.૮૬ લાખ બુલેટપ્રુફ જેકેટ માટે રૂ.૬૩૯ કરોડના રક્ષા મંત્રાલયના એસએમપીપી સોના કરારો
ભારતીય સેનામાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી બુલેટપ્રુફ જેકેટની ખામી હવે જલદીથી પૂર્ણ થશે. ૯ વર્ષની રાહ બાદ હવે સૈનિકોને બુલેટપ્રુફ જેકેટ મળશે. આ માટે રક્ષા મંત્રાલયે ૬૩૯ કરોડ રૂપિયાના ખર્ચે ૧.૮૬ લાખ બુલેટપ્રુફ જેકેટની ખરીદી માટે એક રક્ષા કંપની સો કરારો કર્યા છે.
જણાવી દઈએ કે ૯ વર્ષ પહેલા સુરક્ષા મંત્રાલયે જાહેરાત કરી હતી કે ભારતીય સૈન્યને બુલેટપ્રુફ જેકેટ અપાશે. રક્ષામંત્રાલયે સોમવારે માહિતી આપતા જણાવ્યું હતું કે, ૧.૮૬ લાખ બુલેટપ્રુફ જેકેટ માટે ‘મેઈક ઈન ઈન્ડિયા’ પ્રોજેકટ હેઠલ કરાર થયા છે અને આ માટેનો પ્રોજેકટ સ્વદેશી રક્ષા ઉત્પાદક એસએમપીપી પ્રા.લી.ને અપાયો છે. આ નવા બુલેટપ્રુફ જેકેટ દુશ્મનો સોની લડાઈમાં સૈન્યને એક સંરક્ષણ કવચ પૂરું પાડશે. સૈન્યને ૩૬૦ ડિગ્રી સંરક્ષણ પૂરું પાડશે જેમાં હાર્ડ સ્ટીલ કોર બુલેટી પણ સંરક્ષણ સામેલ છે.
આ જેકેટ બોરોન કાર્બાઈડ સેરેમિકી બનશે જે બલિસ્ટિક પ્રોટેકશન માટે સૌથી હલકો પર્દા છે અને આી બુલેટપ્રુફ જેકેટનું વજન પણ ઓછું હશે. રક્ષા મંત્રાલયે કહ્યું કે, આ જેકેટથી સૈનિકોનો આત્મવિશ્ર્વાસ ઘટશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,