ફેસબુકના સીઇઓ માર્ક ઝૂકરબર્ગે સોમવારે અમેરિકન કોંગ્રેસ સમક્ષ લેખિત નિવેદન આપીને ડેટાના દુરૂપયોગને લઇને માફી માંગી છે. માર્કે કહ્યું કે, તેઓ ફેસબુક પર લોકોના ડેટાને સુરક્ષિત નહીં રાખી શકવા માટે જવાબદાર છે. ઝૂકરબર્ગે કોંગ્રેસની એક સમિતિ સમક્ષ કહ્યું કે, અમે અમારી જવાબદારી યોગ્ય રીતે નથી નિભાવી, જે ખૂબ જ મોટી ભૂલ હતી.
યુએસ સેનેટ સામે ઝૂકરબર્ગે કહ્યું કે, ‘આ મારી ભૂલ હતી અને મને આ વાતનો ખેદ છે. મેં ફેસબુકની શરૂઆત કરી હતી. હું તેનું સંચાલન કરુ છું અને તેની સાથે જે કંઇ પણ થાય છે, તેના માટે હું જવાબદાર છું.’
ઉલ્લેખનીય છે કે, બ્રિટનની ડેટા એનાલિસ્ટ કંપની કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા ફેસબુકના ડેટાનો દુરૂપયોગને લઇને ફેસબુક અત્યારે મુશ્કેલીમાં છે. આ કંપની સામે ભારતની ચૂંટણીમાં દખલગીરી કરવાનો આરોપ લાગ્યો છે. કંપનીએ જ દાવો કર્યો હતો કે, તેણે ભારતની અનેક સંસ્થાઓ અને રાજકીય દળો, નેતાઓને પોતાની સેવાઓ આપી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com