નરેન્દ્ર મોદી આજે એક દિવસ માટે બિહારની મુલાકાતે જવાના છે. તેઓ દેશના પહેલાં 12,000 હોર્સપાવર (એચપી)ના વિજળીના રેલ એન્જિનને લીલી ઝંડી બતાવશે. તે સાથે જ ભારત, રશિયા, ચીન, જર્મની અને સ્વીડન સહિત તે દેશોની હરોળમાં સામેલ થઈ જશે, જેની પાસે 12,000 એચપી અથવા તેનાથી વધારે ક્ષમતા વાળું રેલ એન્જિન છે. વડાપ્રધાન આ દિવસે મધેપુરા રેલવે ફેક્ટરીનું ઉદ્ધાટન પણ કરશે. નોંધનીય છે કે, ભારતીય રેલવે પાસે હાલ સૌથી વધુ ક્ષમતા વાળું 6000 એચપીનું રેલ એન્જિન છે.

મોદી મોતિહારીના ગાંધી મેદાનમાં સમગ્ર દેશમાંથી ભેગા થયેલા 20 હજાર સ્વચ્છાગ્રહિયોને પણ સંબોધિત કરશે. તેમાં ખુલ્લામાં શૌચ મુક્ત રાષ્ટ્રની વાત પણ કરવામાં આવશે. નોંધનીય છે કે, ગાંધી બાપુએ 10 એપ્રિલ 1917માં ચંપારણ સત્યાગ્રહની શરૂઆત કરી હતી. 10 એપ્રિલ 2018ના રોજ શતાબ્દી સમારોહના સમાપનમાં ‘સત્યાગ્રહ થી સ્વચ્છાગ્રહ’ પર અભિયાન ચલાવવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ સત્યપાલ મલિક, સીએમ નીતિશ કુમાર, રામવિલાસ પાસવાન, રાધામોહન સિંહ અને સુશીલ મોદી પણ હાજર રહેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.