હાલ ઈન્ડિયન એકેડેમીક ઓફ પીડીયાટ્રિકસમાં ૨૩ હજાર જેટલા પીડીયાટ્રિક ડોકટરો છે જે ફાર્માસીસ્ટનો ટાર્ગેટ બની રહ્યાં છે. કારણ કે, બાળકો માટે ડોકટરો અનેકવિધ વેકસીનેશન, તેમનો ખોરાક સુચવતા હોય છે. જે ફાર્માસ્યુટીકલ કંપની બનાવતી હોય છે. આ એક એવો ગોરખધંધો છે જેી બન્ને ડોકટરો અને ફાર્માસ્યુટીકલ પેઢીઓ અનેકગણુ કમાતા હોય છે.
જો આંકડાની વાત કરીએ તો ઈન્ડિયન એકેડેમીક ઓફ પીડીયાટ્રિકસએ ૨૦૧૬માં ૫.૫ કરોડની જંગી આવક કરી હતી. જેમાં ૩૦ ટકાની આવક પેડીકોન અને એકશન પ્લાન કંપનીના સંયુકત ઉપક્રમે નોંધાવવામાં આવી હતી. આઈએપીના ટ્રેઝરર પ્રવિણ મહેતાએ ૨૦૧૩માં જાહેર કરેલા વાર્ષિક અહેવાલમાં આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, તેમનો પ્રતિવર્ષ ખર્ચ ૨.૭૭ કરોડનો છે અને તેમની ફિકસ આવક ૧.૭૭ કરોડ છે. જેી આઈએપી હાલ ફાર્માસ્યુટીકલ પેઢીઓ પર નિર્ભર છે.
બાળકો માટે અનેક જાતના બેબી પ્રોડકટ્સ અને દવાઓ આવતી હોય છે. કારણ કે, ડોકટરો અને ફાર્માસ્યુટીકલ કંપનીનું આ મુખ્ય આવકનો ોત છે. જેી પીડીયાટ્રિક ડોકટરો દ્વારા અનેકવિધ તા અનેક જાતના બેબી પ્રોડકટ્સ અને વેકસીનેશન બાળકોના માતા-પિતાને સુચવે છે. ફાર્માસ્યુટીકલ પેઢી માટે આ ખુબજ મોટો વ્યાપાર બની રહ્યો છે અને તેઓ ડોકટરોને લોભામણી વાતો તા સ્કીમો આપતા હોય છે.