પ્રમુખસ્વામિ ઓડિટોરિયમના મેદાનમાં સાર્વજનિક યોગ ચિકિત્સા ધ્યાન શિબિર સહિતના કાર્યક્રમ : ‘અબતક’ને અપાઈ વિશેષ વિગત
યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજના શિષ્યા સાઘ્વીશ્રી દેવાદીતીજી દ્વારા રાજકોટ મહાનગરમાં તા.૧૧ એપ્રિલ થી ૧૩ એપ્રીલ સુધી ત્રણ દિવસની યોગ ચિકિત્સા અને ઘ્યાન શિબીરનું આયોજન થયું છે.
આ અંગેની વિગત આપતા અબતકને જણાવાયું છે કે સ્વસ્થ ભારતના નિર્માણનું અભિયાન સંપૂર્ણ સાકાર કરવા દેશભરમાં કરો યોગ – રહો નીરોગ, ના સૂત્ર સાથે વિનામૂલ્યે યોગ શિબિર અને નીયમીત યોગ વર્ગો ચાલવામાં આવી રહ્યા છે. આ અભિયાનમાં પ્રચાર પ્રસાર માટે સ્વામીશ્રીએ નવદીક્ષિત સાઘ્વીઓને જુદા જુદા રાજયોના પ્રવાસ માટે મોકલ્યા છે. ગુજરાતમાં સાઘ્વી દેવ અદીતીજી તા.૧૦ એપ્રિલથી ૮ મે સુધી સૌરાષ્ટ્ર કચ્છના ૧ર જીલ્લાઓનો પ્રવાસ કરશે અને નાના શહેરોમાં એક દિવસનો તથા મોટા શહેરોમાં ત્રણ ત્રણ દિવસની સાર્વજનીક નિ:શુલ્ક યોગ શીબીરો યોજાશે.
રાજકોટમા રૈયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ પાસેના મ્યુ. કોર્પોરેશનના મેદાનમાં તા.૧૧, ૧ર, ૧૩ બુધ, ગુરુ અને શુક્રવાર એમ ત્રણ દિવસ દરરોજ સવારે ૬ થી ૮ શિબીર રહેશે. આ શિબીરમાં વિવિધ બીમારીઓ અસાઘ્ય રોગો, માનસીક તનાવ, મોટાપા નિવારણ વગેરે પર યોગાસન કરાવવામાં આવશે. શિબીરની કોઇ ફી નથી અને દરેક ઉમરના ભાઇઓ બહેનો વિઘાર્થીઓ માટે ખુલ્લી છે અગાઉથી રજીસ્ટ્રેશન ના થયું હોય તો સ્થળ પર પણ થશે.
આ શીબીરના પ્રચાર પ્રસાર માટે જીલ્લા યોગ સમીતીના પ્રભારી નટવરસિંહ ચૌહાણ, જયાબા પરમાર, કિરણબેન માંકડીયા, કિશાન સેવા સમીતીના પ્રભુદાસ મણવર યોગ ગુરુશ્રી કિશોરભાઇ પઢીયા, હર્ષદભાઇ યાજ્ઞીક, મમતાબેન ગુપ્તા, નિશાબેન ઠુમ્મર, જયોતિબેન પરમાર, પહ્માબેન રાચ્છ, નીતીનભાઇ કેશરીયા, આશાબેન લીંબાસીયા, વિભાબેન થોભાણી, કિરણબેન સોનેજી, વનીતાબેન સંઘવી, નિર્મણાબેન કારેલીયા, નૈનાબેન રાજયગુરુ, યોગીનીબેન માહેક, અલ્પાબેન પારેખ વગેરે સેવાભાવી યોગ શિક્ષકો દ્વારા યોગ જાગૃતિ હાથ ધરવામાં આવી છે.