રાજકોટ પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટ એસોસીએશનના બે વર્ષ સફળતાપૂર્વક સંપન્ન થયા છે. આરપીસીએ ત્રીજા વર્ષમાં મંગલપ્રવેશ કરી રહ્યું છે ત્યારે આ એસોસીએશન નવા મેમ્બરોને જોડાવવા માટે આવકારે છે. એસોસીએશનની વધુ વિગત આપવા આરપીસીએના પ્રમુખ સાવન જૈન, પારસ વસા, સેક્રેટરી કેતન મહેતા, ટ્રેઝરર નિરજ ખંભાતી, જોઈન્ટ ટ્રેઝરર જસ્મીન શેઠ તથા કમિટી મેમ્બરો શૈલેષ શાહ, પ્રકાશ શાહ, અનિલ ઉધાણી, અર્પિત શાહ, મુંજાલ ચૌહાણ અને મનસુખ ઝીંઝુવાડીયાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આરપીસીએ રીયલ એસ્ટેટ રેન્ટ બ્રોકરોનું એસોસીએશન છે. આ એસોસીએશન વર્ષમાં ચાર કાર્યક્રમો યોજે છે. જેમાં સરકારના નવા નીતિ-નિયમો અંગે માર્ગદર્શન પણ આપવામાં આવે છે. આરપીસીએ બે વર્ષમાં સફળતાના શિખરો સર કર્યા છે અને ત્રીજા વર્ષમાં મંગલપ્રવેશ કરી રહ્યું છે. એસોસીએશનમાં નવા મેમ્બરોને જોઈન્ટ થવા અને જુના મેમ્બરોને રીન્યુ થવાની છેલ્લી તારીખ ૩૦ એપ્રિલ રાખવામાં આવી છે. નવા મેમ્બરોએ જોડાવવા માટે ‚ા.૧૫૦૦નો ચેક, બે પાસપોર્ટ ફોટા, બિઝનેસનું વિઝીટીંગ કાર્ડ, આધારકાર્ડની ઝેરોક્ષ સાથે આરપીસીએનું ફોર્મ ભરી બે સભ્યોનો રેફરન્સ આપવાનો રહેશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,