ફોર્ચ્યુન પાર્ક હોટલ ખાતે આર.કે. યુનિવર્સિટીના સ્કુલ ઓફ ડિઝાઇનના સ્ટુડન્ટસૃ દ્વારા સુંદર ફેશન–શોનું આયોજન કરાયું હતું. જેમાં વિઘાર્થીઓ દ્વારા બનાવાયેલા વિવિધ ડીઝાઇનર ગારમેન્ટસનું સુંદર પ્રદર્શન વિઘાર્થીઓ દ્વારા કરાયું હતું. જેમાં યુનિવસીટીના પ્રોફેસરો તેમજ વિઘાર્થીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.
આ તકે આર.કે. યુનિવર્સિટીના એકસીકયુટીવ વાઇસ પ્રેસીડેન્ટ ડેનિસ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે આર.કે. યુનિવર્સીટીમાં અમે સ્કુલ ઓફ ડીઝાઇન શરુ કરવા જઇ રહ્યા છીએ જેમાં અમે ફેશન ડિઝાઇન અન ઇન્ટીરીયર ડીઝાઇનના કોર્સિસ સ્ટાર્ટ કરવાના છીએ.
તે અંતર્ગત સ્કુલ ઓફ ડીઝાઇને આજરોજ વાયા ધ ફેશન શોનું આયોજન કરેલ છે. વાયા નું મીનીંગ થાય વીવઅ કે ગાર્મેન્ટસ બનાવતું હોય એ આ થીમથી અમે ગુજરાતના જે કોઇ અલગ અલગ ગાર્મેન્ટસ હોય છે તેનો ઉપયોગ કરીને સુંદર ડ્રેસીસ બનાવી અને આર.કે. યુનિવર્સીટીના સ્ટુડન્ટસે વાયા માં રજુ કરેલ છે અને લોકોએ ખુબ જ સરાહના કરેલ છે તે બદલ હું સૌનો આભાર માનું છું. અમે ફેશન ડીઝાઇન અને ઇન્ટીરીયર ડીઝાઇનના ડી ડ્રેસ જે ચાર વર્ષનો કોર્સ છે એ શરુ કરવા જઇ રહ્યા છીએ. આમા, ૧રથો સ્ટાન્ડર્ડ પાસ કરેલ વિઘાર્થી કોઇપણ બ્રાંચ હોય કોમર્સ, આર્ટસ કે સાયન્સ કે આર.કે. યુનિવસીટીની એન્ટરન્સ એકઝામ આપી અને કોર્સમાં પ્રવેશ લઇ શકે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,