એટીપી પી.ડી.અઢીયાની મીઠી નજર હેઠળ ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટયો: અર્જુનભાઈ આહીરની આગેવાનીમાં રેલી બાદ મ્યુનિ.કમિશનરને આવેદન
શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં એટીપી પી.ડી.અઢીયાની મીઠી નજરતળે ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટયો છે જે તાત્કાલિક અસરથી અટકાવી ડિમોલીશનની કામગીરી કરવા તથા એટીપીને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે આજે ટોળુ કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું હતું અને મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
અર્જુનભાઈ રણધીરભાઈ આહીરની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળ દ્વારા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં એટીપી પી.ડી.અઢીયાની મીઠી નજર હેઠળ ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટયો છે. જે અટકાવી તાત્કાલિક ડિમોલીશન કરવું જોઈએ. અહીં ખરાબા તથા યુએલસીની જમીન કે ટીપીની જમીનમાં ગેરકાયદે બાંધકામો જેવા કે દુકાન, મકાન અને શેડ બની રહ્યા છે. જેમાં મોટા વહિવટો થઈરહ્યા છે.
અનેકવાર ફરિયાદો કરવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. એટીપીને રૂપિયા મળી ગયા હોવાના કારણે બાંધકામ પાડવામાં આવતું નથી. વાવડીમાં ગેરકાયદેસર બાંધકામ અંગેનો સર્વે કરતા ખુબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું છે અને હાલ ચાલુ છે. અહીં ગેરકાયદે બાંધકામોનું એટલું મોટુ કૌભાંડ ચાલી રહ્યું છે કે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ૨૧ દિવસમાં વેસ્ટ ઝોનના એટીપી પી.ડી.અઢીયાને સસ્પેન્ડ કરી વાવડી તથા પશ્ર્ચિમ વિભાગમાં થતા ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી પણ આવેદનમાં ઉચ્ચારવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,