૨૦૦૨માં નેટવેસ્ટ ટ્રોફી ભારત જીત્યું ત્યારે સૌરવ ગાંગુલીએ પોતાની જર્સી ઉતારીને જીતનો જશ્ન મનાવ્યો હતો
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે જો ભારતીય ટીમ આગામી વર્ષે ઈગ્લેન્ડમાં યોજાનારા વિશ્વ કપ જીતી જાય તો ટીમના સુકાની વિરાટ કોહલી ઑક્સફર્ડ સ્ટ્રીટ પર શર્ટ ઉતારી ફરશે. વર્ષ ૨૦૦૨માં લોર્ડસમાં ગાંગુલીએ નેટવેસ્ટ ટ્રોફી જીત્યા બાદ શર્ટ લહેરાવીને આક્રમકતાનો પરિચય આપ્યો હતો. ભારતીય ટીમના સુકાનીએ ગાંગુલીની વાતનું સમર્થન કર્યુ છે. કોહલીએ એવું પણ કહ્યું કે આવું જરૂરથી થશે અને તેની સાથે ટીમના કેટલાક અન્ય ખેલાડી પણ હશે.
કોલકત્તામાં એક બુક લોન્ચ ઈવેન્ટ દરમ્યાન ગાંગુલીએ કહ્યું, હું ગેરંટી આપી શકુ છું.
જો ૨૦૧૯માં લોર્ડસના મેદાન પર ભારત વિશ્વ કપ ફાઈનલ જીતે છે તો આપણે આપણા કેમેરા તૈયાર કરી દેવા જોઇએ. વિરાટ પાસે સિક્સ પેક છે અને તેઓ ઑક્સફર્ડ સ્ટ્રીટ પર ટ્રોફી લઇ શર્ટ વિના ફરે તો હું સહેજ પણ પરેશાન થઇશ નહીં.
ગાંગુલીએ એવું પણ કહ્યું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે વિરાટની સાથે હાર્દિક પંડ્યા હશે.
ગાંગુલીના સમર્થન કરતા વિરાટ કોહલીએ કહ્યું, ૧૨૦ ટકા એવું જ થશે, પરંતુ તેવું કરનારો હું એકલો હોઇશ નહીં. ટીમમાં કેટલાક એવા ખેલાડી છે જેઓ સિક્સ પેક છે. અમે વિજયની ખુશી સેલિબ્રેટ કરવા માટે શર્ટ કાઢી ફરીશું. ટીમમાં હાર્દિક પંડ્યા છે. જસપ્રીત બુમરાહ પણ છે. જેની પાસે સિક્સ પેક છે અને મને લાગે છે કે તેઓ મારી સાથે છે.
ઉલ્લેખનીય છે કે, ૧૬ વર્ષ પહેલા નેટવેસ્ટ સીરીઝ દરમ્યાન સૌરવ ગાંગુલીએ જ્યારે શર્ટ ઉતારી લોર્ડસમાં લહેરાવી હતી તો ત્યારે તેની ચર્ચા થઇ હતી. આ ઘટનાને યાદ કરી પૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું, લોર્ડસના મેદાન પર જ્યારે તેઓ શર્ટ ઉતારી લહેરાવી રહ્યા હતાં ત્યારે લક્ષ્મણ તેમને ખેંચી રહ્યા હતાં અને તેમનું માનવું છે તે આ સૌથી સારો સમય હતો ત્યારે બાજુમાં ઉભેલા હરભજને પૂછ્યુ કે તેમણે શું કરવું જોઇએ? ત્યારે ગાંગુલીએ કહ્યું કે તમે પણ શર્ટ નિકાળી દો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,