વિશ્ર્વના ૬ દેશોની ૪૦થી વધુ યુનિવર્સિટીના ડેલીગેટસ સાથે સીધો સંવાદ થયો
વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આજે સૌથી મોટો અને મુંઝવતો પ્રશ્ર્ન એટલે કારકિર્દીલક્ષી શિક્ષણ. ખાસ કરીને ઉચ્ચ અભ્યાસાર્થે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મેળવવામાં ખાસી તકલીફોનો સામનો કરવો પડે છે.
જેવી કે બોગસ અભ્યાસક્રમ, વિદેશી યુનિ.માં ઉંચું ફીનું ધોરણ, છેતરામણી અને લલચામણી સ્કિમોમાં ફસાઇ જવાની શક્યતા, જેવી બાબતોને લઇને યોગ્યતા હોવા છતાં ઘણા વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસાર્થે જવામાં મુશ્કેલી અનુભવતા હોય ત્યારે ન છૂટકે આગળનો ઉચ્ચ અભ્યાસ સ્થાનિક સ્તરે કરવા મજબુર બને છે. આવા સંજોગોમાં રાજકોટમાં ચાલતી એક ખાનગી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ-વાલીઓને નિ:શુલ્ક માર્ગદર્શન આપવા માટે વિશ્ર્વનાં ૬ દેશોની ૪૦ થી વધુ યુનિ.ના પ્રતિનીધીઓ સાથે સીધી મુલાકાત માટે એજ્યુકેશન ફેરનું આયોજન રાજકોટની ગ્રાન્ડ રીજન્સી હોટલમાં રવિવારે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદેશ અભ્યાસાર્થે જવા માંગતા વિદ્યાર્થીઓ પોતાના વાલી સાથે ઉમટી પડ્યા હતા.
સમગ્ર ભારતમાં બ્રાન્ચો ધરાવતી ક્રિષ્ના ક્ધસલ્ટન્ટ સંસ્થા દ્વારા આ ભણતર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને યુએસએ, કેનેડા, ન્યુઝીલુેન્ડ, યુકે, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં આવેલી વિવિધ યુનિ.ના સંખ્યાબંધ માન્ય ડીગ્રી અભ્યાસક્રમની આપવા જે-તે દેશની યુનિ.ના પ્રતિનીધીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મેળવી સંતુષ્ઠ થયા હતા.
વિદેશી ભણતરની સમગ્રત: માહિતી જેવી કે વિદેશમાં ભણતરની પઘ્ધતિ, વિઝાની તક, વર્ક પરમીટ મળવાના ધારાધોરણો, પી.આર.મેળવવાની તકો જેવી વિવિધ માહિતી નિ:શુલ્ક આપવામાં આવી હતી.
ક્રિષ્ના ક્ધસલટન્ટના ઇમરાન ખાને અબતક સાથેની ખાસ વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, સંસ્થા વિશ્ર્વના ૨૭ થી વધુ દેશોની ૬૦૦થી વધુ યુનિ. સાથે જોડાણ ધરાવે છે. જેમાંથી આજે ૬ દેશોની યુનિ.ના પ્રતિનીધીઓ દ્વારા નિ:શુલ્ક માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ઘર બેઠા રૂબરૂ મળતી માહિતીથી વિદ્યાર્થી-વાલીઓમાં ઉભી થતી અસમંજસની સ્થિતિ દૂર કરવામાં આ સંસ્થા અગ્રેસર છે એમ જણાવતા ઇમરાન ખાને અંતમાં કહ્યું હતું કે, ક્રિષ્ના ક્ધસલટન્ટ દ્વારા અપાયેલા માર્ગદર્શનને કારણે હાલ વિદેશોમાં હજારો વિદ્યાર્થીઓ કારકિર્દીલક્ષી શિક્ષણ મેળવી રહ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,