વિસ્તારના પ્રશ્ર્નો સાંભળી જે-તે અધિકારીને બોલાવી તત્કાલ પ્રશ્ર્ન હલ કરવા તાકીદ કરી
ધારાસભાની ચુંટણી બાદ ગ્રામ્ય વિસ્તારના વિવિધ પ્રશ્ર્નો માટે અરજદારોને વિવિધ કચેરીઓમાં ધકકા ખાવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા ગ્રામ્ય વિસ્તારની ફરિયાદને પગલે ધારાસભાનું સત્ર પુરુ થતા ધોરાજી-ઉપલેટા વિસ્તારના ધારાસભ્યએ શુક્રવારે સવારે ૧૦ થી સાંજના ૬ સુધી વિવિધ અરજદારોના પ્રશ્ર્નો સાંભળી વિવિધ અધિકારીઓને રૂબરૂ બોલાવી સુચના આપી હતી.
ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ શુક્રવારે શહેર ગ્રામ્ય વિસ્તારના પ્રશ્ર્નો સાંભળવા અને તેનો ઝડપી ઉકેલ લાવવા સર્કિટ હાઉસ ખાતે સવારથી સાંજ સુધી અરજદારો અને લોકો સહેલાઈથી ધારાસભ્યને મળી શકે તે માટે આખો દિવસ રોકાઈને લોકોના પ્રશ્ર્નો સાંભળ્યા હતા. જેમાં અમુક ગામોમાં સસ્તા અનાજની દુકાનોમાં મોટાભાગના કાર્ડધારકોને માલ મળતો એકા એક બંધ થઈ જતા સ્થળ પર મામલતદારને બોલાવી તપાસ કરતા આધારકાર્ડનું લીંકઅપ નહીં થયાનું ખુલતા તાત્કાલિક ગ્રામ્ય વિસ્તારમાં જઈ લીંકઅપ કરાવી આપવું.
જયારે મોટાભાગના ગામોમાં તળાવ ઉંડા ઉતારવા અને સિંચાઈને લગતા પ્રશ્ર્નો આવતા સ્થળ ઉપર અધિકારીઓને બોલાવી જે-તે ગામનો સર્વે કરી રિપોર્ટ કરવા તાકીદ કરી હતી. ઈશરા ગામમાં ૨૦ પ્લોટોમાં સનદ નહીં હોવાને કારણે ગ્રામજનો આ પ્લોટ ઉપર કોઈ સરકારી કે લોન સહિતના લાભો મળતા નથી આ પ્રશ્ર્ને કલેકટરને ટેલીફોનિક સુચના આપી ઘટતુ કરવા જણાવેલ. ઉપરાંત ગામનો રસ્તો, ઉપલેટા શહેરમાં જુના નિલાખાના માર્ગ ઈરીગેશનના લગતા વિવિધ ૨૦ પ્રશ્ર્નોની રજુઆત આવતા બે-ચાર પ્રશ્ર્નો રાજય અને સરકાર લેવલના હોય તે ગાંધીનગર જે-તે વિસ્તારના મંત્રીઓ ટેલીફોનિક રજુઆતો કરેલ જયારે સ્થાનિક લેવલના પ્રશ્ર્નો સ્થળ ઉપર જે-તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓને બોલાવી ઘટતુ કરી તાત્કાલિક ધોરણે અરજદારોને ન્યાય આપવા જણાવેલ હતું.
આ તકે માજી ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર, ચેરમેન રમણીકભાઈ લાડાણી, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, બાબુભાઈ ડેર, જયદેવભાઈ વાળા, કિશોરભાઈ ગજેરા, હાજીભાઈ શિવાણી, કમલેશભાઈ વ્યાસ, ભુપતભાઈ કનેરિયા, રઘુવીરસિંહ સરવૈયા સહિતના વિવિધ કોંગ્રેસના આગેવાનો હાજર રહેલ હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,