કહેવાય છે કે આ સરકાર માત્ર શ્રીમંત લોકોની જ છે જ્યારે સરકારના શાસનકાળ દરમિયાન વિકાસ માત્ર મોટા માણસોનો થાય છે જ્યારે ખેડુતોને લોલીપોપ જ આપવામા આવે છે. તેવામા દેશભરના ખેડુતો હવે ખુબજ કપરી પરીસ્થિતીમા જીવે છે ત્યારે સરકાર ધ્વારા ખેડુતોને સહાયની યોજનાથી ખેડુતોને ફરીથી પગભર કરવા પરીશ્રમ કરાય છે પરંતુ ધ્રાગધ્રાના કુડા ગામે રહેતા ખેડુતોને છતે ખેતરે રઝળવાનો વારો આવ્યો છે.
આ બાબતે વિસ્તારપુવઁક વાત કરીએ તો ધ્રાગધ્રાના કુડા ગામ બાદ કચ્છના નાનારણનો પ્રદેશ શરુ થાય છે વષઁના આઠેક મહિના અહિથી મીઠુ પકવી કેટલાક અગરીયાઓ પોતાનુ જીવન ગુજરાન કરે છે જ્યારે અહિ મીઠાનુ ઉત્પાદન હોવાથી આફ્રીકાની સૌથી મોટી સોડાએસની કંપની DCW અહિ ધ્રાગધ્રા શહેરમા નાખવામા આવી છે. કુડા ગામે કેટલાક ખેડુતોની જમીન પણ છે જ્યા ખારોપાટ હોવા છતા વષોઁ પહેલા આ ખેડૂતો મગ, જુવાર જેવા ધાન્યનો પાક લેતા હતા. જ્યારે ચોમાસામા સમગ્ર રણ વરસાદીપાણીથી દરિયામા પરીવઁતિત થવાના લીધે અહી DCW કંપની દ્વારા ઉનાળામા મીઠાની ખરીદી કરી રણના ગંજામાથી ઉત્પાદન થતુ મીઠુ ટ્રકોમા ભરી બહાર લાવી સ્ટોક કરાય છે.
પરંતુ કંપની દ્વારા મીઠાનો સ્ટોક કરવા માટે ટ્રકોમા ઓવરલોડોડ મીઠુ ભરી લોકોના ખેતરો વચ્ચેથી આ ટ્રકો કાઢવામા આવતા આ ખેડુતોનો ઉભાપાકમા ટ્રકો ચલાવી દેવાતા હતા જ્યારે ખેડુતોના પોતાના ખેતરોમા કંપનીના ટ્રક ચાલતા ખેતરોને ભારે નુકશાન થતુ હતુ આ બાબતે ખેડુતોએ પોતાની જમીન પર ટ્રક ચાલવાના લીધે જમીન ખોરવાતી હોય તથા પાકને નુકશાન થતુ હોવાથી કંપનીના અધિકારીઓને રજુવાત કરતા ખેડુતોને જાકારો આપી દાદાગીરી કરાઇ હતી.
વીસ વષઁથી કુડા ગામના કેટલાક ખેડુતો પોતાની જમીન પર કોઇ પાકનુ ઉત્પાદન કરી શકતા નથી. DCW દ્વારા આવી જ દાદાગીરી છેલ્લા વીસેક વષઁથી ચાલુ છે જેમા પોતાના ખેતર હોવા છતા અહીના ખેડુતો પાકનુ ઉત્પાદન કરી શકતા ન હોવાના અને આ કંપનીના ટ્રકો મીઠુ ભરીને બિનદાસ્તપણે ખેતરોની વચ્ચેથી ચાલતા હોવાથી લોકો છતે ખેતરે ખેતર વિનાના થઇ ગયા છે. કુડા ગામના ખેડુતોમા અંદાજે સાતેક પરીવાર પોતાનુ પેટીયુ આ ખેતરોમા પાક ઉત્પાદન કરી રડતા હતા જે ખેતરને DCW કંપની દ્વારા નાશીપાત કરી ખેડુતોને ખેતર વિહોણા બનાવી દીધા છે.
ખેડુતો દ્વારા આ બાબતે DCW કંપનીના અધિકારીઓને પણ રજુવાત કરી હતી પરંતુ તેઓ દાદાગીરી કરી રુપિયાના જોરે આ તમામ ખેડુતોને ધાપ-ધમકીથી બેસાડી દે છે. તેવામા અંદાજે 200 વિઘા જેટલી ખેતરની જમીન પર ઓવરલોડોડ દરરોજ મીઠુ ભરેલા ઓવરલોડોડ ટ્રકો ચાલતા હવે આ જમીનમા કસ પણ રહ્યો નથી પરંતુ ખેડુતોને માત્ર એક જમીનનો સહારો હતો તે પણ આ કંપની દ્વારા છીનવી લઇ ખેડુતો સાથે અન્યાય કરાયો છે. તેવામા હાલ ખેડુતો દ્વારા જીલ્લા કલેક્ટરને રજુવાત કરી પોતાના ખેતરોમા ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ઓવરલોડોડ ટ્રકોની હેરફેર બંધ કરાવવા અરજ કરાઇ છે.
- રણકાંઠાનાવિસ્તારમાસાતેકજેટલાખેડુતપરીવારનીજમીનછીનવાઇજતાહવેતેઓનેકાળાપાણીએરોવાનોવારોઆવ્યોછે.
- DCW કંપનીદ્વારાખેડુતોનાખેતરોનીવચ્ચેથીમીઠુભરેલાઓવરલોડોડટ્રકોછેલ્લાવીસવષઁથીચાલતાહોવાથીહવેઆખેતરોખેડવાલાયકપણનથીરહ્યા.
- DCW કંપનીદ્વારાસરકારપાસેથીભાડેરાખેલીજમીનપરપણકબ્જોકરીસરકારીખરાબાનામાલિકબનીબેઠાછે.
- કુડાગામનીસરકારીજમીનપરહજારોટનમીઠાનાસંગ્રહકરતાઆબોહવાથીગામલોકોનાનવાનક્કોરમકાનપણપાંચવષઁમાજરજરીતથઇજાયછે.
- DCW કંપનીનીદાદાગીરીથીછતાખેતરેખેડુતોનીજમીનછીનવાઇગઇ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com