એક વિશ્લેષણ પ્રમાણે, ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં ભારતમાં કુલ ૮.૩ કરોડ 4G ગ્રાહકો ગ્રામ્ય વિસ્તારોમાંથી ઉમેરાયા હતા, જે ૨૩.૮ કરોડ 4G ગ્રાહકોના ૩૫ ટકા થાય છે. એટલે કે, દેશના દર ત્રણ 4G ગ્રાહકોમાંથી એક ગ્રાહક ગ્રામ્ય વિસ્તારનો છે.
મંગળવારે જાહેર થયેલા રિપોર્ટ પ્રમાણે, ૧૬ કરોડ ગ્રાહકો (ડિસેમ્બર સુધી) સાથે જીઓ 4G લીડર ઓપરેટર હોવા છતાં તે ૨૦૧૭માં આ ગ્રાહકોની સંખ્યા ૧૨૨ ટકા (૧.૨ ગણી) અથવા ૮.૮ કરોડ વધારી શકી હતી જ્યારે વોડાફોન, એરટેલ અને આઇડિયા જેવા હરીફોએ તેમના 4G ગ્રાહકોની સંખ્યા ૪૫૭ ટકા (૪.૬ ગણી) અથવા તો ૬.૪ કરોડ વધારી હતી. આ કંપનીઓના કુલ 4G ગ્રાહકોની સંખ્યા ૭.૮ કરોડે પહોંચી છે.
૨૦૧૭ દરમિયાન, હરીફ કંપનીઓ તેમના 4G ગ્રાહકોની સંખ્યામાં રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ કરતાં ૩.૮ ગણી વધારવામાં સફળ રહી હતી. હરીફ કંપનીઓએ પણ જીઓની જેમ ભાવ અને ક્ધટેન્ટની બાબતમાં આકર્ષક ઓફરના જોરે આ પ્રગતિ કરી હતી. હરીફોએ ગ્રામ્ય બજારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાથી ત્યાંથી ગ્રાહકો ઉમેરવામાં ૫૩ ટકા વૃદ્ધિ કરી હતી જ્યારે જીઓ આ માર્કેટમાં ૨૬ ટકા ગ્રાહકો ઉમેરી શકી હતી. અંદાજ પ્રમાણે, ૨૦૨૦ સુધીમાં ભારતના ૩૫ ટકા 4G ગ્રાહકો ફીચર ફોનનો ઉપયોગ કરતા હશે, જેથી 4G ગ્રાહકોની કુલ સંખ્યા ૪૩.૨ કરોડે પહોંચી જશે.ભારતમાં ૨૦૧૮ના અંત સુધીમાં ૩૦ કરોડ 4Gગ્રાહકો હશે, જેમાંથી ૫.૮ કરોડ ગ્રાહકો 4Gફીચર ફોન વાપરતા હશે. બાકીના ૮૧ ટકા ગ્રાહકો સ્માર્ટફોન પર 4G વાપરતા હશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,