કાર્યકારી કુલપતિ ડોડિયાના છેલ્લા ૪૦ દિવસ દરમિયાન કરવામાં આવેલા નિર્ણયો અને કામગીરીમાં ઢીલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણની મુદત પૂરી થઈ ગયા બાદ કાર્યકારી કુલપતિ તરીકે મેડિકલ વિદ્યા શાખાના ડીન ડો.કમલ ડોડિયાની નિમણૂંક કરવામાં આવી છે. મેડિકલ વિદ્યા શાખાના ડિન ડો.ડોડિયાને કાર્યકારી કુલપતિ તરીકેનો ચાર્જ સોંપાતા એવી અપેક્ષા હતી કે, મેડિકલ ક્ષેત્રે કાર્યરત ડોકટરોનું જે વર્ક કલ્ચર હશે. તે વર્ક કલ્ચરનો પ્રભાવ યુનિવર્સિટીના વહીવટમાં દેખાશે. પરંતુ ડો.કમલ ડોડીયા કુલપતિ તરીકે વર્તવાના બદલે ભાજપના પપેટ તરીકે વ્યવહાર કરતા હોય તેવી છાપ તેમના ૪૦ દિવસના શાસનમાં દેખાઈ રહી છે તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા નિદત બારોટે જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાર્યકારી કુલપતિ ડો.કમલ ડોડીયાની કામગીરી બાબતે કોંગ્રેસ પ્રવકતા ડો.નીદત બારોટે ૪૦ દિવસ દરમિયાન કરવામાં આવેલા નિર્ણયો અને કામગીરીનો ટૂંકસાર રજૂ કર્યો છે. તેમાં યુનિવર્સિટીની જુદી જુદી વિદ્યાશાખાઓની બોર્ડની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ મુજબ ચૂંટણીની તા.૨૮ માર્ચની હતી પરંતુ કાર્યકારી કુલપતિ કમલ ડોડીયા ભાજપના કાર્યકરના કહેવાી તા.૬ એપ્રિલ કરી નાખી. યુનિવર્સિટીના સિન્ડીકેટની ચૂંટણીની નોટિસ કાર્યકારી કુલપતિ કમલ ડોડીયાએ જાહેર કરી હતી. આ નોટિસમાં તેઓએ સિન્ડીકેટની ચૂંટરી તા.૧૫મી માર્ચ ૨૦૧૮ના રોજ યોજવાનું નકકી કર્યું હતું. પરંતુ ભાજપના કાર્યકરોની ઈચ્છાને માન આપી ચૂંટણીની તારીખ ૧૩મી માર્ચ કરવામાં આવી. આ ઉપરાંત જુદી જુદી વિદ્યાશાખાના ડીન અને અધરધેન ડીનની ચૂંટણી વેકેશન પહેલા કરી શકાય તેમ હતી. છતાં કાર્યકારી કુલપતિએ ચૂંટણી વેકેશન દરમિયાન યોજવાનું કાવતરું રચ્યું.
મેડિકલ ક્ષેત્રની પરીક્ષાઓમાં પરીક્ષક તરીકે કોને મુકવા જોઈએ તે નકકી કરવાનું કાર્ય અધ્યાપકોનું છે. આ કામગીરીમાં ભાજપના કાર્યકર એવા ડોકટર કે જેઓ અધ્યાપક ની તેઓ પરીક્ષકો નકકી કરવા માટે મામણ કરે છે. હોમિયોપેીક કેલેજમાં અસંખ્ય ખોટા એડમીશન અપાયા હોવાનું કૌભાંડ સાબીત થયું છે. હોમિયોપેીક ફેકલ્ટીના ડીન આ બાબતે દોષીત હોય તેવું વિર્દ્યાીઓ લેખીતમાં આપી ચૂકયા છે. આવા ગંભીર પ્રકરણ મુદ્દે પણ કાર્યકારી કુલપતિ ડીન અને કોલેજ સામે પગલા ભરવામાં સદંતર નિષ્ફળ રહ્યાં હોવાનું ડો.નિદત બારોટે જણાવ્યું હતું.
કાર્યકારી કુલપતિ તરીકે યુનિવર્સિટીના સ્ટેચ્યુ ઓર્ડિનન્સ મુજબ કામગીરી કરવામાં ડો.કમલ ડોડીયા સદંતર નિષ્ફળ રહ્યાં છે. તે જોતા તેમના કાર્યકારી કુલપતિ તરીકે દૂર કરી કાયમી કુલપતિ નિમાય તેવી સુચના રાજય સરકારને આપવી જોઈએ. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણના હિતમાં કુલાધિપતિ તરીકે ખૂબજ અપેક્ષાઓ હોવાનું નિદત બારોટે જણાવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,