આઈપીએલ ૨૦૧૮ની શરૂઆત ૭ એપ્રિલથી થઈ રહી છે. દર વર્ષની જેમ આ સીઝનમાં પણ અનેક રેકોર્ડ બનશે. પરંતુ તેમાંથી કેટલા રેકોર્ડ ભારતીય ખેલાડી બનાવી શકેશે અને કેટલા રેકોર્ડ વિદેશી ખેલાડી તેઓ આવનારો સમય જ કહેશે. ૨૦૧૭ની વાત કરીએ તો બેટિંગના આ તમામ રેકોર્ડ વિદેશી ખેલાડીના નામે રહ્યા હતા..
સૌથી વધુ રન (ડેવિડ વોર્નર)
બોલ ટેમ્પરિંગમાં દોષી જાહેર થયેલો ઓસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નર ભલે એક વર્ષ માટે ક્રિકેટથી દૂર રહેવાની સજા મળી હોય. વોર્નરે વર્ષ ૨૦૧૭માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી ખુબ રન બનાવ્યા હતા. ૧૪ મેચમાં ૫૮.૨૭ એવરેજથી ૬૪૧ રન બનાવ્યા હતા. આ દરમિયાન એક સેન્ચુરી અને ૪ હાફ સેન્ચુરી મારી હતી. આઈપીએલ ૧૦માં તે સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બન્યો હતો.
સૌથી વધુ સિક્સ (ગ્લેન મેક્સવેલ)
દિલ્હી ડેરડેવિલ્સના ખેલાડી ગ્લેન મેક્સવેલ પોતાના તોફાની ઈનિંગ માટે જાણિતો છે. આઈપીએલ ૧૦માં મેક્સવેલ સૌથી વધુ સિક્સ મારનારો ખેલાડી બન્યો હતો. જેણે ૧૪ મેચમાં ૨૬ સિક્સ મારી હતી.
હાઈએસ્ટ સ્કોર (ડેવિડ વોર્નર) ગત વર્ષે હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરના નામે સૌથી મોટી ઈનિંગ રમવાનો રેકોર્ડ છે. વોર્નરે અેપ્રિલ ૨૦૧૭માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ૫૯ બોલમાં ૧૨૬ રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન ૧૦ ચોક્કા અને ૮ સિક્સ મારી હતી.
સૌથી વધુ સ્ટ્રાઈક રેટ (ક્રિસ લિન)
સ્ટ્રાઈક રેટની વાત કરીએ તો તેમા પણ વિદેશી ખેલાડી ટોપ પર છે. ૨૦૧૭માં કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન ક્રિસ લિનની સ્ટ્રાઈકરેટ સૌથી વધુ ૧૮૦.૯૮ હતી. લિને માત્ર ૭ જ મેચ રમી હતી જેમાં ૪૯ રનની એવરેજથી ૨૯૫ રન બનાવ્યા હતા.