આજથી બે દિવસ ટિકિટના દાવેદારો અને પ્રદેશ નિરિક્ષકો વચ્ચે વાટાઘાટ અને બેઠકનો દૌર
વિધાનસભાની વહેલી ચૂંટણીના સંકેત મળી રહ્યાં છે ત્યારે કોંગ્રેસે મૂરતિયા શોધવાનો ધમધમાટ શરૃ કર્યો છે. આવતીકાલ તા.૨૭મીથી દરેક જીલ્લામાં નિરિક્ષકો સહિતની ટીમ ટિકિટના દાવેદારો સો વાટાઘાટો કરીને પેનલોની યાદી તૈયાર કરશે. ૧લી એપ્રિલ સુધીમાં તમામ બેઠકોની પેનલોની યાદી પ્રદેશ કોંગ્રેસના નેતાઓને સુપરત કરી દેવાશે. સૂત્રોના મતે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ૧૫૪૦ કોંગ્રેસીઓએ દાવેદારી નોંધાવી છે. ચૂંટણી મેદાને ઉતરવા માટે કોંગ્રેસે આ વખતે ખાસ નિયમો ઘડયાં છે જેમ કે, ૨૦ હજારી વધુ મતોી હારેલાને ટિકિટ અપાશે નહી. આ ઉપરાંત બે વખત હારી ચૂકેલાને પણ કોંગ્રેસે ટિકિટ આપવાના મૂડમાં ની. બુયાદીમાં પણ ગોટાળા હશે તો દાવેદારને ટિકિટ અપાશે નહીં . દાવેદારને મત વિસ્તાર બદવાની છૂટ પણ આપવામાં આવશે નહીં. ખાસ કરીને યુવા અને મહિલાઓને પ્રાધાન્ય આપવા કોંગ્રેસે નક્કી કર્યું છે.
૨૭-૨૮મી માર્ચ સુધી રાજ્યભરમાં ઉમેદવાર પસંદગીનો ધમધમાટ ચાલશે . નિરિક્ષકોથી માંડીને સનિક આગેવાનોની રચાયેલી કમિટી દાવેદાર-ટેકેદારોને મળીને ઉમેદવારોની પેનલ તૈયાર કરશે. ૧લી એપ્રિલે પેનલની યાદી બંધ કરવામાં પ્રદેશ કોંગ્રેસ સમિતીએ સુપરત કરાશે. આ પેનલની યાદી સ્ક્રિનીંગ કમિટી સમક્ષ રજૂ કરાશે ત્યાર બાદ પેનલોને આખરી ઓપ આપીને હાઇકમાન્ડને મોકલી અપાશે . આમ, બે દિવસ સુધી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલશે.