પ્રગટ બ્રહમસ્વરૂપ પ.પૂ. મહંતસ્વામીના આર્શિવાદથી બી.એ.પી.એસ. લીંબડી મંદિર દ્રારા પાંચ દિવસ ૬ થી ૧૦ એપ્રલિ શ્રીમદભગવતગીતા પારાયણનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શુંભારંભ દિવસે આમંત્રતિ મહેમાનો પૈકી ૧૦૦ મહેમાનો પૂજનવિધિમાં જોડાયેલ. આ કથાનો પ્રારંભ મંગલમય ધૂન રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ અને શાંતી પ્રાથના સાથે બી.એ.પી.એસ. નાં યુવકવૃંદ દ્રારા થયો. ત્યારબાદ પૂજનવિધિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ.
આ પૂજનવિધિનો હેતું સમગ્ર વિશ્વમાં, દેશમાં, ઘરમાં, દરેકના કુટુંબમાં સર્વત્ર શાંતિ, સુખ અને સમૃધ્ધિ પ્રાપ્ત થાય તેમજ પૂજનમાં સંમ્મીલીત દરેક યજમાનોનાં શુભ સંકલ્પો સિધ્ધ થાય એવી ભાવના સાથે વૈદિક પ્રણાલી મુજબ શાંતિ પાઠ, શુભ સંકલ્પ સિધ્ધિ પાઠ કરાવવામાં આવેલ તથા ત્યારબાદ સમુહમાં દરેક યજમાનોએ આરતીનો લાભ લીધેલ હતા.
શ્રીમદ્ભાગવતગીતા પારાયણ ની શરૂઆત પૂ.બ્રહમદર્શન સ્વામીનાં મુખેથી શરૂ થયેલ. આજના ગીતા નો સાર પૈસો એ સર્વસ્વ નથી, પૈસાથી જ સુખ પ્રાપ્ત થતું નથી. શાંતીનો રાજમાર્ગ શોધવા આપણે જઇ રહયા છીએ પણ દિશા ખોટી છે. કામ-ક્રોધ-લોભ-સ્વાદ આ જીવનના પ્રશ્નો છે. શ્રીમદ્ ભગવતગીતા આ જીવનનાં અંત:શત્રુ પરકેવી રીતે વિજય મેળવવો તે શીખવે છે.
આપણે આપણા શાસ્ત્રો ભુલ્યા છીએ જો સોવત હે વો ખોવત હે જો જાગત હે વો પાવત હે ભારતીય સંસ્કૃતિ હિંન્દુ સંસ્કૃતિ શાસ્ત્રોની આપણે વિસ્મૃતિ કરતા ગયા છીએ. શ્રીમદભગવતગીતા મહાભારતનાં યુધ્ધના કારણે પ્રાપ્ત થઇ જેમાં કૃષ્ણ ભગવાને અર્જુનને સંબોધી તેના મનની મંજવણો દુર કરી ધર્મનો પક્ષ રાખી અધર્મનો નાશ કરવા યુધ્ધમાં જોડાવવાનું કહેલ.
જયાં ધર્મ છે ત્યાં ભગવાન છે ને જયાં ભગવાન છે ત્યાં વિજય છે. ભગવાનને જીવનમાં કેન્દ્ર બનાવો. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનનાં અંતરમાં મનમાં રહેલ શોક-ગલાની ને દુર કરવા ઉપદેશ આપી ધર્મના પક્ષે યુધ્ધ કરવાનું કહે છે. આમ આજનાં પારાયણનાં પ્રથમ દિવસે ભગવાનને જીવનમાં કેન્દ્ર રૂપે રાખી જીવનમાં આગળ વધવાનો ઉપદેશ કથા દ્રારા મળેલ છે. આ પ્રસંગે આશરે ૩૦૦૦ થી વધુ ભાવીકોએ લાભ લીધેલ
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,