ઉદ્ઘાટન સમારોહ સાંજે 5.45 વાગ્યાથી, બોલિવુડ સ્ટાર્સ કરશે જલવો
ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ)ની 11મી સીઝન શનિવારથી શરૂ થશે. તેમાં 8 ટીમો ભાગ લઇ રહી છે. ટુર્નામેન્ટમાં 431.35 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલા 187 ખેલાડીઓ 51 દિવસો સુધી લડશે. ટુર્નામેન્ટમાં સૌથી મોંઘી ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ છે. જાન્યુઆરીમાં થયેલી હરાજીમાં પંજાબ ટીમે ખેલાડીઓને ખરીદવામાં 67.4 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. જોકે આ વખતે ખિતાબના સૌથી મજબૂત દાવેદાર મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ટીમ ચેન્નઈ સુપરકિંગ્સને માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે ચેન્નઈ ટીમ ટુર્નામેન્ટની સૌથી સસ્તી ટીમ છે. જેણે 25 ખેલાડીઓ ખરીદવામાં ફક્ત 40.5 કરોડ રૂપિયા ખર્ચ્યા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com