સલમાન ખાનને આજે જામીન મળશે કે કેમ તેને લઇને સસ્પેન્સ સર્જાયુ છે. જોધપુરની કોર્ટના જે જજ જામીન અરજી પર સૂનાવણી કરી રહ્યા છે તેમની પ્રમોશન સાથે બદલી થઇ છે.
રાજસ્થાનમાં સાગમટે થયેલી 87 જજોની બદલીમાં સલમાનના જામીનની સૂનાવણી કરી રહેલા આર.કે.જોશીની પણ બદલી કરાઇ છે. આર.કે.જોશીની સિરોહી બદલી કરાઇ છે. જ્યારે કે તેમના સ્થાને જોધપુરના સેશન્સ કોર્ટના જજ ચંદ્રકુમાર સોંગરા સૂનાવણી કરશે.
મોડી રાતે થયેલી આ બદલીથી રાજસ્થાનમાં ખળભળાટ મચ્યો છે. જો કે વહીવટી તંત્ર તેને રૂટીન પ્રક્રિયા ગણાવી રહ્યું છે.
મહત્વનુ છે કે કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનને પાંચ વરસની સજા કરવામાં આવી છે. આ સજા બાદ સલમાને જામીન અરજી કરી હતી. જેમાં શુક્રવારે દલીલો બાદ કોર્ટે આજ પર ચુકાદો અનામત રાખ્યો હતો.
આ ઘટનાક્રમ વચ્ચે મોડી રાતે જામીન અરજી પર સૂનાવણી કરનારા જજ સહિત રાજસ્થાનમાં 87 જજોની બદલી કરી દેવાઇ છે. જેના કારણે હવે સલમાનની જામીનઅરજી પર સૂનાવણી આજે ટળે તેવી પણ એક શક્યતા જોવાઇ રહી છે.
આજે જો સૂનાવણી ટળે છે તો સલમાનને વધુ બે રાત જેલમાં વીતાવવી પડી શકે તેમ છે. બાદમાં સોમવારે કોર્ટ ખુલતા જામીન પર સૂનાવણી શક્ય બની શકે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com