ઇન્કમટેકસ ચીફ કમિશનર વિનોદકુમાર સાથે “અબતકની વિશેષ મુલાકાત
ર લાખ નવા કરદાતા જોડવાનો ટાર્ગેટ સરળતાથી પાર કયો
રાજકોટ આયકર વિભાગ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માં ૬૧ ટકાનાં ગ્રોથ રેટથી જે સિઘ્ધિ હાંસલ કરી છે, તે ખરા અર્થમાં કાબીલે તારીફ છે.
આ સિઘ્ધિને લઇ આયકર વિભાગના ચીફ કમિશ્નર વિનોદકુમાર પાંડેએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આખા દેશમાં બે કામો ખુબ જ સારા થાય છે. એક આયકર વિભાગનાં તમામ અધિકારીઓએ ખુબ જ મહેનત કરીછે, ટેકસ કલેકશન માટે, સર્વે, રીઅસેસમેન્ટ જે રીતે કર્યુ તે એક મુખ્ય કારણ રહ્યું છે, જયારે બીજુ કારણ એ પણ છે કે એસેસીઝને પણ તેમની જવાબદારી સમજાણી છે. જેથી તેઓ પણ નિયત સમયે ટેકસ ભરી પોતાની જવાબદારીને પરીપૂર્ણ કરે છે. જેથી રાજકોટ આયકર વિભાગને ખુબ જ મોટી સફળતા મળી છે. આયકર વિભાગને નફોની સાથે એસેસીઝમાં પણ વધારો જોવા મળ્યોછે. લોકોમાં જાગૃતા પણ વધી છે. પાછલા વર્ષમાં ઘણી કંપનીઓને સ્ટ્રાઇક ઓફ કરી દેવામાં આવી હતી. કારણ કે તેઓ કોઇપણ કામ કરતા નહોતા માત્ર કાગળ પર જ પ્રસ્થાપિત હતા નિયમ પ્રમાણે કંપનીઓએ રિટર્ન ફાઇનલ કરવું પડતું હોઇ છે પરંતુ તે ન થતાં તે તમામ કંપનીઓને બ્લેક લીસ્ટેડ કરી સ્ટ્રાઇલ કરી દેવામાં આવી હતી. જેનાથી ફાયદોએ થયો કે જે કંપની લાઇવ હતી અને રીટર્ન ફાઇલ નહોતી કરતી તે રિટર્ન ફાઇલ કરવા માંડી છે. જેનાથી ટેકસ કલેકશનમાં ઘણો ફાયદો થયો છે.
એ કારણ જાગૃતા પણ છે જેને લઇ રાજકોટનો જે ટાર્ગેટ નવા એસીસીઝ માટેનો તે હતો ૧.૯૭ લાખ જેને વટાવી હાલ રાજકોટ આયકર વિભાગ ૨.૨૭ લાખ નવા એસેસીઝ ને જોડયા છે. જે ૧પ ટકાનો વધારો છે કારણ કે તેઓને તેમની નૈતીક ફરજ સમજાણી છે. સાથો સાથ વિભાગ દ્વારા જે જાગૃતિ અંગેના સેમીનાર બહાર યોજવામાં આપી. રાજકોટ મેરેથોનમાં જે જાગૃતા કેળવવામાં આવી. સાથો સાથ કોલેજોમાં જઇ વાર્તાલાપ કરવામાં આવ્યો તે મુખ્ય કારણ રહ્યું છે. એસેસીઝની વધતી સંખ્યા માટે જીએસટીનું યોગદાન પણ આશિર્વાદ રુ નીવડયું છે. અને જે નવા ઉઘોગકારો પ્રસ્થાપિત થયા છે, તે પણ મહત્વનું છે પહેલા ઉૈઘોગકારો પોતાની આવક દેખાડવામાં ઘણુ બધું મેનીપ્યુલેટ કરતા હતા. પરંતુ જીએસટીનાં આવવાથી તમામ ટ્રાન્ઝેકશન રેકોર્ડ પર આવ્યા છે. અને ટેકસ રેટ પણ ઓછો હોવાથી એસેસીઝની સંખ્યામાં વધારો નોંધાયો છે.
સૌરાષ્ટ્રને આગલા વર્ષે સીબીડીટી દ્વારા ૧૬૪૦ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેના બદલામાં સૌરાષ્ટ્રનો ૨૧૪૨ કરોડ સુધી પહોચ્યો છે. જે એક સરાહનીય વાત કહી શકાય જે રીવાઝઇડ ટાર્ગેટ હોવા છતાં પ૦૦ કરોડથી પણ વધુનો નફો કર્યો છે. કલેકશનના હિસાબથી ગ્રોથ જો જોવામાં આવે તો તે ૧૩૩૫ કરોડ હતું. જે ૨૧૪૨ કરોડ રહ્યું છે એટલે કહી શકાઇ કે ૬૧ ટકાના વિકાસ દરે આયકર વિભાગને નફો થયો છે. અને આ સિઘ્ધિ સૌરાષ્ટ્રમાં પ્રથમ વાર થઇ છે.
આમાં જે મોડેસ ઓપરંન્ડી એ રહી હતી કે જે આઉટ રીચ પ્રોગ્રામ કરવામાં આવ્યા એ પણ એક મુખ્ય કારણ છે. આ વર્ષે રીકવરી સર્વેપણ વધુ કરવામાં આવ્યો હતો. જેમાં આગલા વર્ષે ૧ થી ર૪ સર્વે કરવામાં આવ્યા હતા. જયારે આ વર્ષે ૪૦ થી ૪૫ રિ સર્વે કરવામાં આવ્યા હતો. જેથી જે ગ્રોથ થયો છે તે પણ એક મુખ્ય કારણ છે. કારણ કે આ સર્વે સપ્ટેમ્બરથી શરુ કરી દેવામાં આવ્યો હતો, જે પહેલા ફેબ્રુઆરી માર્ચમાં થતું હતું. જેનો ફાયદો પણ મળ્યો છે. ત્યારે અમુક એસેસીઝ એવા પણ હતા કે જેવો એડવાન્સ ટેકસ નહોતા ભરતા જે ૪ હપ્તામાં ભરવામાં આવતા હોઇ છે. ૧પ જુન, ૧પ સપ્ટેમ્બર, ૧પ ડીસેમ્બર અને ૧પ માર્ચ ત્યારે લોકો વિચારતા હતા કે પછી રીટર્ન ફાઇનલ કરશું અને પછી ટેકસ ભરતા હતા. એટલે તે લોકોનું પણ અસેસમેન્ટ થતું હતું.
નવા નાણાકીય વર્ષમાં રાજકોટ આયકર ભવનને ર૭૦૦ થી ૨૮૦૦ કરોડનો ટાર્ગેટ મળી શકે છે. હાં અચીનેબલ છે પણ ચેલેન્જીગ પણ એટલું જે જો વ્યાપાર વધશે તો જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે. તે પરીપૂર્ણ થાશે ટેકસ પેપર માટે મારે પહેલા અત્યારે અને કાલે એ જ સંદેશ છે. કે પોતાની આવક સાચી દેખાડે સમાયંતરે ટેકસની ભરપાઇ કરી રીટર્ન ભરે જેથી અનેક તકલીફોથી બચી શકાશે. કોઇ પણ જાતની પેનલ્ટી નહી લાગે પ્રોસીકુપ્સન પણ આ વખતે કરવાાં આવ્યું હતું. જેનાથી લોકો સાવચેત થયા છે આથી લોકોએ સમજવું જોઇએ.