વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન પર ૭ અને ૮ એપ્રિલના મેચ બતાવાશે: નિ:શુલ્ક પ્રવેશ: અદ્ભૂત નજારો જોવા મળશે
રાજકોટમાં આ વર્ષે ઈન્ડિયન પ્રીમીયર લીગ (આઈપીએલ)ની ૧૧મી સિઝનનો એક પણ મેચ રાજકોટને મળ્યો નથી જેના કારણે રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓમાં નિરાશા વ્યાપી જવા પામી હતી. જો કે ક્રિકેટ રસીયાઓ માટે રાજકોટમાં સૌપ્રથમવાર રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તા.૭ અને ૮મી એપ્રિલ આઈપીએલ ફેનપાર્ક ઉભુ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને લઈ આજરોજ ખંઢેરી સ્ટેડીયમ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનંત દાતાર અને હિમાંશુ શાહ ખાસ હાજર રહ્યાં હતા અને આઈપીએલ ફેનપાર્ક વિશે માહિતી આપી હતી.
હિમાંશુભાઈએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, રાજકોટમાં આ વખતે આઈપીએલનો એક પણ મેચ યોજાવાનો નથી. છેલ્લા ત્રણ વર્ષી વીવો આઈપીએલ ફેનપાર્કનું આયોજન કરવામાં આવે છે. આ વખતે વીવો આઈપીએલ ફેનપાર્કનું ચોથું વર્ષ છે. બીસીસીઆઈ દ્વારા રાજકોટમાં આ વખતે ૭ અને ૮ એપ્રિલના રોજ આઈપીએલ ફેનપાર્કનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં અંદાજે ૮ થી ૧૦ હજાર દર્શકો ઉપસ્તિ રહે તેવી શકયતા સેવાઈ રહી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટને ભલે મેચ ન મળ્યો હોય પરંતુ ક્રિકેટરસીયાઓને મેચની અનોખી મજા માણી શકશે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવતીકાલે ચેન્નઈ અને મુંબઈ ઈન્ડિયનનો મેચનું લાઈવ પ્રસારણ વિશાળ એલઈડી સ્ક્રીનમાં બતાવવામાં આવશે અને પ્રેક્ષકો માટે એન્ટ્રી પણ નિ:શુલ્ક રહેશે. ખાસ તો સિનીયર સિટીઝનો માટે ખાસ બેઠકની વ્યવસ કરવામાં આવી છે અને બાળકો માટે અવનવી રાઈડ્સ તેમજ ગેમ્સ પણ રાખવામાં આવી છે. મેચની સો સો લોકો મ્યુઝીકલની પણ મઝા માણી શકશે. રાજકોટમાં આઈપીએલ ફેનપાર્કનું સૌપ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે. ક્રિકેટરસીયાઓમાં પણ આને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
દેશના ૩૬ એવા શહેરોમાં આઈપીએલ ફેન પાર્કની પસંદગી કરવામાં આવી છે. જેમાં આ વખતે ગુજરાતમાં સુરત, નડીયાદ અને રાજકોટની પસંદગી કરવામાં આવી છે.
હિમાંશુ શાહે વધુમાં જણાવ્યું હતું કે, ક્રિકેટરસીકો માટે આ ફેનપાર્ક બિલ્કુલ નિ:શુલ્ક રહેશે. તા.૭ એપ્રીલે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ષકોને એન્ટ્રી આપવામાં આવશે. તેમજ રવિવારે બે મેચોની બે વાગ્યાી રેસકોર્સ સ્ટેડિયમ ખુલ્લુ મુકાશે અને આ ફેન પાર્કમાં મેચ નિહાળ્યા પછી ક્રિકેટપ્રેમીઓને સ્ટેડિયમમાં બેઠા હોય તેવો જ અહેસાસ શે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,