નર્મદાના નીરથી ભરાય રહેલા આજીડેમની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી ચુડાસમા તથા ભાજપ પ્રવકતા ભરત પંડયા
આજે રાજકોટના પ્રભારી મંત્રી અને રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા ગુજરાત ભાજપ પ્રદેશ ભાજપના પ્રવકતા ભરતભાઈ પંડયા તેમજ અન્ય મહાનુભાવોએ આજી-૧ ડેમમાં નર્મદાના પાણીની આવક ચાલુ હોય જેના અનુસંધાને મુલાકાત લીધી હતી.
રાજકોટના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ ડેમની મુલાકાતે આ અગાઉ હું આવેલ ત્યારે આ ડેમ ખાલી ખમ જોયેલ. હવે જયારે આ ડેમ પાણીથી હિલોળા મારતો નિહાળી રહ્યો છું ત્યારે આનંદની લાગણી અનુભવી રહ્યો છું. રાજકોટવાસીઓને રોજ ૨૦ મીનીટ પાણી મળી રહે તે બાબતે હું ખાત્રી આપુ છું. રાજકોટવાસીઓને પાણી બાબતે કોઈપણ જાતની મુશ્કેલી પડવા નહીં દઈએ. અત્યારે માં નર્મદાના રોજ ૧૫ એમસીએફટી પાણી ઠલવાય છે અને ૪ એમસીએફટીની જ‚રીયાત છે. ત્યારે ૩૧ જુલાઈ સુધી ચાલે તેટલો પર્યાપ્ત જથ્થો એટલે કે વરસાદ પડે ત્યાં સુધી ચાલે તેટલો પાણીનો પુરતો જથ્થો આ ડેમમાં ઠાલવવાની પ્રભારી મંત્રીએ ખાત્રી આપી છે.
હવામાન વિભાગના સુત્રો દ્વારા આ વખતે ચોમાસું પણ નિયમિત અને શુભદાયક નીવડવાનું છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ ફકત રાજકોટની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની પાણીની ચિંતા કરી અને વ્યવસ્થા તંત્ર ગોઠવેલ છે. આ પ્રસંગે મેયર ડો.જૈમન ઉપાધ્યાય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પૂર્વ શહેર પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની, મીડિયા ઈન્ચાર્જ રાજુભાઈ ધ્રુવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, અનુસુચિત જાતિ મોરચા રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ રાજુભાઈ અઘેરા, વોટર વર્કસ કમિટી ચેરમેન દલસુખભાઈ જાગાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,