આજકાલ હેરકલર કરવો સામાન્ય વાત છે, કેટલાક લોકો સફેદ વાળને કાળા કરવા માટે અલગ કલરનો ઉપયોગ કરે છે, તો કેટલાક લોકો સ્ટાઇલિશ દેખાવા માટે વાળમાં અલગ પ્રકારના કલર કરાવતા હોય છે. હેરકલરના લીધે વ્યક્તિ સુંદર તો લાગે છે. પરંતુ ખુબ ઓછા લોકો જાણે છે કે, વાળ પર કેમિકલ રંગ લાગવાથી શરીરને ઘણું નુકસાન થાય છે. આજે અમે તમને તેના વિશે જણાવીશું.
આંખોનો ચેપ :
વાળને કલર કરવાથી તે રંગ જો આંખો પર જાય તો તેના લીધે આંખોમાં સોજો આવે છે, જેથી આંખો ગુલાબી થવી, આંખોમાંથી પાણી નીકળવું વેગેરે તકલીફો થતી હોય છે. મોટા ભાગના પેકેટ પર લખેલું હોય છે કે, તેને આંખોના સંપર્કથી દૂર રાખો.
કાર્સિનોજેનિક પ્રકૃતિ :
એક સંશોધન અનુસાર વાળના રંગમાં કેન્સર પદાર્થ (કાર્સિનોજેનિક) છે. જ્યારે તમે વાળમાં રંગ લગાડો છો, તે શરીરની અંદર જાય છે. કેન્સર સમસ્યા પેદા કરવામાં આ બાબત પણ ભાગ ભજવી શકે છે.
ત્વચાના દાગ :
કેટલાક લોકોને વાળ કલર કરાવવાથી ચહેરા પર કાળા-ધબ્બા થઇ જાય છે. જો તમને પણ એવું લાગે તો તરત જ ડોક્ટરની પૂછપરછ કરો.
એલર્જીક પ્રતિક્રિયાઓ :
ઘણા લોકોને કલર કર્યા પછી વાળમાં ખંજવાળ, બળતરા જેવું થાય છે. આવું એટલા માટે થઇ છે કે, કલરમાં પેરાફેલેલેનેયડાઈન હોય છે. જે ત્વચાની એલર્જી માટે જવાબદાર છે.
શ્વાસના મુદ્દાઓ :
વાળના કલરમાં કેમિકલ હોય છે.જેથી શરીરને નુકસાન થઇ છે. ઘણીવખત હેરકલરને લીધે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. અસ્થમા જેને હોય છે તે લોકોએ હેરકલર કરાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.