6ઠી એપ્રિલ ભાજપસ્થાપના દિને ગોધરા ખાતે ભાજપ કાર્યાલયનુ ઉદધાટન કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવવુ હતુ કે કાર્યકર્તાઓની રાષ્ટ્રવાદી વૈચારીક પ્રતિબદ્ધતા જ ભાજપની મુડી છે. લાખો કર્મઠ કાર્યકર્તાઓના ત્યાગ, તપસ્યા અને બલિદાનને કારણે આજે વિશ્વની સૌથી મોટી રાજકીય તાકાત બની છે. એટલુ જ નહીં દેશના 21 રાજ્યમાં ભાજપની સરકાર પણ બની છે.
શ્રી રૂપાણીએ કોંગ્રેસની વિકાસ વિરોધી મનસીકતાને છતી કરતા જણાવ્યુ હતુ કે કોંગ્રેસ હર હંમેશ ગુજરાત વિરોધી રહી છે, વિકાસ વિરોધી રહી છે. 6 હજાર કરોડની નર્મદા યોજના આજે 56 હજાર કરોડે પહોંચી છે. કોંગ્રેસે ધાર્યુ હોત તો આ યોજના વર્ષો પહેલા પુરી થઇ શકી હોત પરંતુ કોંગ્રેસના પાપે યોજના ખોરંભે પડી નર્મદા પ્રશ્ને ગુજરાત સામે યુદ્ધ છોડનાર મેઘા પાટકરને સમર્થન કરનાર ગુજરાતના પ્રભારી અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ સમર્થન આપી પોતાની ગુજરાત વિરોધી માનસીકતા છતી કરી છે.
શ્રી રૂપાણીએ અંતમાં ભાજપની રાષ્ટ્રવાદ, સર્વધર્મ સમભાવ, સામાજીક સમરસ્તા, લોકશાહી અને મુખ્યનિષ્ઠ રાજનીતીને જેવી પંચનિષ્ઠાને વરેલ ભાજપના કાર્યકર્તાઓને રાષ્ટ્રધર્મના યુગમાં આહુતિ આપવા આહવાન આપ્યુ હતુ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com