ભારત દેશ ૨૦૨૦ સુધીમાં દુનિયાનો સૌથી યુવાન દેશ બનશે જેની સરેરાશ ઉંમર ૨૯ વર્ષ રહેશે. ૬/૪ ટકા ભારતીય વસ્તી ૨૯ વયની રહેશે તેવું ભારતના હાઈ કમિશનરે વિદેશી નીતિ અંતર્ગત શ્રીલંકામાં પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું. હાલ જે રીતે યુરોપ, યુનાઈટેડ સ્ટેટ, સાઉ કોરીયા, જાપાન તા ચાઈના જીડીપી ગ્રોમાં પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યાં છે ત્યારે ભારત દેશ પણ આવનારા ૨૦૨૦માં ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટસમાં પોતાનો અમુલ્ય ફાળો નોંધાવશે.
આપણા રાજકીય નેતાઓ પોતાના વ્યાખ્યાનોમાં વારંવાર ભારત દેશના યુવાનોને પોતાનો મુખ્ય ટાર્ગેટ બનાવતા હોય છે અને કહેતા હોય છે કે, ભારત દેશ યુવાનોનો દેશ છે તો આવનારા ૨૦૨૦માં ભારત દેશમાં યુવાનોનો દબદબો રહેશે. ૨૯ વર્ષની વયની વાત જે રીતે સામે આવી રહી છે તે જોતા કહી શકાય કે, આવનારો સમય વર્કિંગ કલાસ માટેનો રહેશે.
આગળ જણાવતા ભારતના હાઈ કમિશનરે કહ્યું હતું કે, ભારતની વિદેશ નીતિ હાલ પૂર્ણ રૂપી સક્રિય થઈ ચુકી છે અને આ નીતિને વિદેશીઓ પણ આવકારી રહ્યાં છે. આ તકે શ્રીલંકાના તરણજીતસિંધ સંધુએ જણાવ્યું હતું કે, ભારત-શ્રીલંકાના એક વાથી અનેક તકોનું નિર્માણ થશે.
અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં તેઓ સાર્ક કોમ્યુનિકેશન માટેની સેટેલાઈટ ભારતની ભાગીદારી સો લોન્ચ કરશે.