ગુરુદેવ રાકેશ ઝવેરી અને ટ્રસ્ટી નલીનભાઇના પ્રવચનનો લાભ લેતા ભાવિકો

શ્રીમદ્દ રાજચંદ્રજી ગાંધીજીના અઘ્યાત્મ ગુરુ અને લોકમાર્ગદર્શક હતા. ચૈત્ર વદ પાંચમ તેમને દેહોત્સર્ગ દિવસ છે.

રાજકોટમાં તેમનું મોસાળ  હતું તેથી રાજકોટ પ્રત્યે તેમને વધુ લગાવ હતો. અને રામનાથ પરામાં નર્મદા મેન્શન ખાતે સમાધિસ્થ થયા હતા.

સવારે આઠ વાગ્યે સમાધિમાં લીન થયા બાદ બપોરે બે વાગ્યે હું મારા આત્મામાં લીન થાઉ છું એમ જણાવી દેહોત્સર્ગ કર્યો હતો. આ સ્થાનને સમાધિ સ્થાન કહેવાનો આવે છે. માત્ર ૩પ વર્ષની ઉમરે દેહોત્સર્ગ થયો હતો.

શ્રીમદ્દ રાજચંદ્રજીના દેહોત્સર્ગ દિન નીમીતે સવારે રામનાથ પરામાં નર્મદા મેન્શન ખાતે સ્વાઘ્યાય રાખવામાં આવ્યું હતું. જેમાં ગુરુદેવ રાકેશભાઇ ઝવરી ધરમપુર દ્વારા પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૩ વાગ્યે પદયાત્રા નીકળી જ્ઞાનમંદીરે પહોંચી હતી જયાં નલીનભાઇ તથા રાકેશભાઇ દ્વારા સ્વાઘ્યાય કરવામાં આવ્યું હતું. જયાં મોટા પ્રમાણમાં શ્રઘ્ધાળુઓ એ હાજરી આપી હતી.

શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાન મંદીરના ટ્રસ્ટી જગદીશભાઇએ જણાવ્યું કે ચૈત્ર વદ પાંચમ શ્રીમદ્દ રાજચંદ્રજીના દેહોત્સર્ગ દિવસ નીમીતે સમાધિ મંદીર નર્મદા મેન્શન ખાતે શ્રીમદ્દ રાજચંદ્રજી તેમની સમાધિ પહેલા ૪૫ દિવસ રહેલા હતા.

દર વર્ષે ચૈત્ર વદ પાંચમના શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાન મંદીરમાં સ્વાઘ્યાય અને ભકિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. તેમાં આદરણીય સ્વાઘ્યાયીઓ આવતા હોય છે. અને સ્વાઘ્યાય અને ધર્મનો સત્સંગ કરતા હોય છે. વિશેષમાં જણાવ્યું કે તેમના માટે આ મુખ્ય દિવસ છે શ્રીમદ્દ રાજચંદ્રજીને માનવાવાળા તેમના આત્માને શાંતિ પ્રાપ્ત થાય માટે આ આયોજન કરવામાં આવે છે. શ્રીમદ્દ રાજચંદ્રજીનો સંદેશ લોકો માટે સત્ય અને અહિંસા અને આત્માની ઓળખ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.