૧૦ લાખ કરોડના રોકાણનો મોદી સરકારનો માસ્ટર પ્લાન
પરિવહનના જેટલા માધ્યમો છે તે બધાને જોડીને માલ અને લોકોની અડચણ વિનાની અતિ મહત્વપૂર્ણ યોજના
ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૦ લાખ કરોડની અતિ મહત્વપૂર્ણ યોજના બહાર પાડી છે. આ યોજનાથી રોડ, ટ્રાન્સપોર્ટ, હાઈવે, શિપિંગ, ઉડીયન અને રેલવે મંત્રાલયને જોડી માસ્ટર પ્લાન રજુ કર્યો છે. આ યોજના અત્યાર સુધીમાં દેશની પ્રથમ યોજના બની ગઈ છે.
આ યોજના અંતર્ગત નેશનલ ટ્રાન્સપોર્ટ માસ્ટર પ્લાન (એનડીએમપી) પ્લાનનું ફ્રેમવર્ક કરો. ટ્રાન્સપોર્ટેશનના ભવિષ્ય માટે રોકાણ અંગે પણ વિચારણા કરશે અને અમલી બનાવશે, એન.ટી.એમ.પી. ભવિષ્યમાં ટ્રાન્સપોર્ટની માંગ અને જ‚રીયાત પડતી ઈન્ફ્રાસ્ટ્રકચરને ધ્યાને લઈ આગળની કાર્યવાહી હાથ ધરશે.
આ યોજના અંતર્ગત રોડ પરિવહન મંત્રાલય ભારત દેશમાં કુલ ૧૦ જેટલા હબ રેલવે અને શિપીંગ મંત્રાલય સાથેની ભાગીદારી સાથે બનાવશે. બનવામાં આવનાર હબની ચકાસણી નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવશે તેવું સરકારી અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરી તથા રેલવે મંત્રી સુરેશ પ્રભુ આ માસ્ટર પ્લાન માટે સાથે કામ કરશે.
શિપિંગ મંત્રાલયનું સગરમાલા પ્રોજેકટ જે ભારતના પોર્ટને વિકસાવવા ભારત દેશની મદદ કરશે. સગરમાલા પ્રોજેકટ કોસ્ટ ઈકોનોમી ઝોન અને છેલ્લા માઈલ સુધી કનેકટીવીટી માટે કામ હાથ ધરશે. જેમાં એકસપ્રેસ હાઈવે પણ બનાવવામાં આવશે.
આ તકે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું તેમની સરકાર માત્ર રોડ અને રેલવેને સ્વૈચ્છીક રીતે વિકસાવવા માટે નહી પરંતુ એક સાથે વિકસાવવા અને વિકાસમાં કાર્યો માટે તમામ પરિબળોને સાથે રહી ચાલશે. જયારે વધુમાં જણાવતા વડાપ્રધાને કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ૩ લાખ કરોડ રૂપિયા આવનારા નાણાકીય વર્ષ માટે ટ્રાન્સપોર્ટના વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર માટે આપ્યા છે.