બ્ર.કુ. શિવાનીબેન તથા સુરેશ ઓબેરોયના રવિવારે વિવિધ કાર્યક્રમ
વર્તમાન તનાવ, ટેન્શન, નકારાત્મક તથા દોડધામ ભર્યા વાતાવરણમાં સકારાત્મક ચિંતન દ્વારા જીવનશૈલીનો સરળ માર્ગ બતાવતા બ્રહ્માકુમારીઝના આંતરરાષ્ટ્રીય જગતના સ્પીકર બ્ર.કુ. શિવાનીબેન તથા ભ્રાતા સુરેશ ઓબેરોયજી તા.૭ને શનિવારે સાંજ સુધી રાજકોટમાં આગમત કરશે.
તા.૮ને રવિવારના રોજ સવારે ૬ થી ૮ પી.ડી. એમ. કોલેજ, ગોંડલ રોડ રાજકોટ ખાતે આયોજત કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ઉ૫સ્થિત પ્રબુઘ્ધજનો સાથે આઘ્યાત્મિક વાતર્ાલાપ કરશે. ત્યારબાદ સવારે ૧૦ થી ૧ર.૩૦ વાગ્યા સુધી પ્રમુખ સ્વામી સભાગૃહ, સ્વામીનારાયણ મંદીર, કાલાવડ રોડ ખાતે આયોજીત ક્રિએટીંગ માય ડેસ્ટીની કાર્યક્રમમાં ૪૦૦૦ થી પણ વધુ મહાનુભાવોને વકતવ્ય તથા ગહન અનુભૂતિ કરાવશે. તથા ફિલ્મ એકટર સુરેશભાઇ ઓબેરોય પોતાના અનુભવથી સૌને પ્રેરણા આપશે. આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ પીસ ઓફ માઇન્ડ ચેનલમાં પણ કરવામાં આવશે. ત્યારબાદ સાંજે પ થી ૭ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં ઇન્ડીયન મેડીકલ એસો. તથા બ્રહ્માકુમારીઝની મેડીકલ વિંગના સંલગ્ન અનુસંધાને ડોકટર માટે આયોજીત ફિલીંગ ઇઝ હિલીંગ કાર્યક્રમમાં ૧૦૦૦ થી પણ વધારે ડોકટર મિત્રોને લાભ આપશે. આ કાર્યક્રમમાં માઉન્ટ આબુથી બ્રહ્માકુમારીઝના મેડીકલ વિગંના સેક્રેટરી ડો. બનારસીભાઇ પણ ઉ૫સ્થિત રહેશે.
ઉ૫રોકત દરેક કાર્યક્રમોનું રજીસ્ટ્રેશન ફુલ થઇ ગયું છે. જેઓનું રજીસ્ટ્રેશન થઇ ગયું છે. તે સૌને રજીસ્ટ્રેશન નંબર સાથે પંદર મીનીટ પહેલા સ્થાન લઇ લેવા અનુરોધ કરાયો છે.
કાર્યક્રમને સફળ બનાવવા રાજયોગીની ભારતીદીદીના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ આયોજન થયું છે.
રાજયોગીની બી.કે. ભારતીદીદી
માત્ર ૧ર વર્ષની નાનાી વયે બ્રહ્માકુમારીજી સંસ્થામાં વિશ્ર્વ સેવા અર્થે જીવન સમર્પિત કરી આપ છેલ્લા ૬૫ વર્ષથી રાજયોગાના ગહન અભ્યાસની સાથે કલકતા, મુંબઇ, બિહાર, વેસ્ટ બેંગાળમાં સેવાઓ આપી વર્તમાન છેલ્લા પ૦ વર્ષોથી રાજકોટ તથા સમગ્ર સૌરાષ્ટ્રની સેવા પર ઉપસ્થિત છો.
બ્રહ્માકુમારીઝ વિઘાલયના સંસ્થાપક તથા પરમાત્મા શિવના સાકાર માઘ્યમ પ્રજાપિતા બ્રહ્માબાબાના અંગ સંગ રહેનાર આપ સગા ત્રણેય બહેનોએ આ વિઘાલયમાં જીવન સમર્પિત કર્યુ તે આપના જીવની શ્રેષ્ઠ સિઘ્ધિ કહી શકાય. રાજયોગ શિક્ષા અને શોધ પ્રતિષ્ઠાન અંતર્ગત વ્યાપાર અને ઉઘોગક્ષેત્રના આપ ગુજરાત ઝોનના વર્તમાન કો-ઓર્ડીનેટર છો.
આકાશવાણી પરથી પ્રોગ્રામ રત્નકણિકામાં વર્તમાનપત્રો તથા ટી.વી.મા પણ આપના વિવિધ વિષય પર પ્રવચનો, આર્ટીકલ્ઈસ ઇન્ટરવ્યુ વગેરે રજુ થયા છે.
સતત પુ‚ષાર્થ તથા વિશિષ્ટ માર્ગદર્શન હેઠળ વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં મેનેજમેન્ટના કોર્ષ કરવાના ઉદેશ્ય સાથે ૧૯૯૪માં આયોજીત રાજકોટથી મુંબઇ સુધીની કાર યાત્રાને ખુબ જ સફળતા મળી હતી.
રાજકોટના ખુણે ખુણે વિવિધ ક્ષેત્રોમાં વિવિધ વિષયો જેવા કે મહીલા જાગૃતિ, યુવા ઉત્થાન વ્યસનમુકિત વગેરે પર અનેક પ્રવચનો કરી અનેકોના માર્ગદર્શન બન્યા છો.
વર્તમાન હરનફાળ દોડમાં લોકોને માનસીક શાંતિ અર્થ સતત ચિંતનશીલ બની અનેક નવા નવા મેગા પ્રોજેકટ શાંતિ અર્થે ગ્લોબલ ફેસ્ટીવલ શિવ દર્શન મેળો ફયુચર ઓફ પાવર વગેરેના સફળ આયોજન કરી અનેકો માટે માર્ગદર્શક બની રહ્યા છે.
શ્રીમાન સુરેશ ઓબેરોય
સુરેશભાઇ ઓબેરોય એ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ભારતીય અભિનેતા છે. જેમણે ૨૫૦ થી વધારે ચલચિત્રોમાં પોતાના અભિયન કળા પ્રર્દશીત કરી છે. તેઓ બહુમુખી પ્રતિભાના ધની છે. જેમણે ઘણી ભાષાઓમાં વ્યવહારિક જીવનમાં આદ્યાત્મિકતાને કેવી રીતે પ્રયોગમાં લાવવી તથા અભિવ્યકત કરવી એ તેઓનાો દિલચસ્પ વિષય છે.
પુરા જગતમાં આદ્યાત્મિકતાનું બીજારોપણ કરવું એ તેમના હ્રદયથી ઉૅડી ઇચ્છા છે. મન તથા શરીરનો ઇલાજ તથા તેનો સુધાર કરવાનો એકમાત્ર રસ્તો સાચા પ્રેમ તથા આનંદને મહેસુસ કરવો એ છે એવું તેઓનું દ્રઢ પણે માનવું છે.
બ્ર.કુ. શિવાનીબેન
છેલ્લા રર વર્ષથી પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ વિશ્ર્વ વિઘાલયના વિઘાર્થીની છે. તેઓ આધાત્મિક જ્ઞાનનો પ્રયોગો વ્યવહારીક પ્રયોગો તથા પ્રાચીન રાજયોગ મેડીટેશનના ગહન અભ્યાસી છે.
તેઓ ૧૯૯૪માં પૂર્ણ યુનિવસીર્ટીમાંથી ઇલકેટ્રોનિકસ એન્જીનીયરીંગમાં ગોલ્ડ મેડાલીસ્ટ તરીકેની પદવી મેળવી છે. ત્યારબાદ બે વર્ષ સુધી ભારતીય વિઘાપીઠ કોલેજ ઓફ એન્જીનીયરીંગ પુર્ણેમાં લેકચરર તરીકે સેવા આપી. ત્યારબાદ પુણેમાં પોતાની સોફટવેર ડેવલોપમેન્ટ કંપનીના શરુઆત કરી. હવે દિલ્લીમાં સ્થાયી થયા છે. અને આઘ્યાત્મિકતા દ્વારા માનવસેવામાં સંપૂર્ણ સમય વિતાવે છે. તેઓ વુમન ઓફ ધી ડિકેટ અચીવર્સ એવોર્ડ થી સન્માનીત કરવામા આવ્યા છે. તેઓને સાયકીયાટીક એસો. દ્વારા ગુડવીલ એમ્બેસેડર તરીકે પ્રસ્થાપિત કર્યા છે.
તેઓ નિયમિત પણે તથા મોટા પાયે કોર્પોરેટ હાઉસ, સ્કુલો-કોલેજો,બેંક ગર્વમેન્ટ તથા પબ્લિક સેકેટરમાં કાર્યક્રમો આપે છે.
કેટલીક નામી સંસ્થાઓ કે જેમાં તેઓ નિયમીત રુપે પ્રોગ્રામ આપે છે એ ટેલ્કો, થર્મેકક્ષ, મારુતી, એસ્કોર્ટ, ઇફફકો, એન.એચ.પી.સી. ગોદેરજ, રીલેકક્ષો, ફુટવેર, પારલે પ્રોડકટસ, હિંદુસ્તાન સીનર્જી, એસીયન પેઇન્ટસ, ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (પુણે) ઇન્સ્ટીટયુટ ઓફ કવોલીટી મેનેજમેન્ટ (જયપુર) ઇત્યાદી છે. તેમને રોટરી કલબ, લાયન્સ કલબ ઇત્યાદી એન.જી.ઓ. દ્વારા પણ નિયમીત પણે આમંત્રિત કરવામાં આવે છે.
બ્રહ્માકુમારી શિવાનીબેન ઇન્રેક્રિટવ ટ્રેનીંગ પ્રોગ્રામ તથા વર્કશોપ આપે છે. સ્ટ્રેસ ફી લાઇફ સ્ટાઇલ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, આર્ટ ઓફ રાઇટ થિંકિંગ, લીવીંગ વેલ્યુઝ, એકસપ્લોરિઁગ ઇન્નર પાર્વસ, સેલ્ફ રીયલાઇઝેશન, ઇફેકિટવ રીલેશનશીપ, પ્રેકિટકલ ટેકનીકલ ઓફ રાજયોગા મેડીટેશન સહીતના વિષયો પર ઇન્ટરે ક્રિટવ ટ્રેનીંગ પ્રોગ્રામ તથા વર્કશોપ આપે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,