રાજકોટ મહાનગરપાલિકાનું છાશ કૌભાંડમાં મ્યુનિ. કમિશનર અને મુખ્યમંત્રીને લેખીત રજુઆતો બાદ જે છાશ સામાજીક સંસ્થાઓ દ્વારા નિ:શુલ્ક વિતરણ થાય તેનું અધ… ધ…ધ.. તોતીંગ બીલ રૂ. ૪૫૦૦ મંજુર થયું છે. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ બેઠકમાં જામનગર રોડ પર પોલીસ હેડ કવાટસ સામે વાલ્મીકી વાડી પાસે વાલ્મીકી સફાઇ કામદારોના આવાસ યોજનાના ૧૯૩ લાભાર્થીઓના ચેક વિતરણ કાર્યક્રમમાં માંડ ૪૦૦ થી ૪૫૦ લોકો હાજર હોય છાશનું બિલ ૪૫૦૦૦ શંકાના દાયરામાં હોય કોંગ્રેસ દ્વારા આ મુદ્દે તપાસ કરી જવાબદાર અધિકારીને સાણસામાં લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
વધુમાં છાશ કૌભાંડમાં સાંસ્કૃતિક શાખા અને આરોગ્ય શાખા શંકાના દાયરામાં છે તે બન્ને શાખા અને કમિશનર બ્રાંચમાં કોંગ્રેસના કોર્પોરેટરો આગેવાનોએ આ બંને શાખામાં નિ:શુલ્ક છાશ વિતરણ કર્યુ હતું. અને બન્ને શાખાના અધિકારીને ચેતવણી આપી હતી કે ઠંડી છાશ પીરસી છે જેની છાશ કૌભાંડમાં સંડોવણી પુરવાર થશે તેને જોડાનો હાર પહેરાવશું આ અંગે આગામી દિવસોમાં તબકકાવાર કાર્યક્રમો આપવું.
રાજકોટ મહાનગરપાલિકામાં ગઇકાલે સાંજે કોર્પોરેટરો અને કોંગ્રેસી આગેવાનોનું ટોળુ જેમાં ૪૦ થી ૫૦ કોંગ્રેસીઓએ છાશ કૌભાંડમાં મનપાના તંત્રને ઢંઢોળેલ અને મહાનગરપાલિકામાં નિ:શુલ્ક છાશ પીરસાઇ હતી જેમાં ત્રીજા મજલે સાંસ્કૃતિક શાખા અને આરોગ્ય શાખામાં છાશ પીરસાઇ બાદમાં પ્રથમ મજલે કમિશનર બ્રાંચમાં છાશ પીરસવામાં જતા અટકાવાયા અને લોખંડી બંદોબસ્ત હથિયારધારી ગોઠવી દેવાયો હતો. ત્રીજા મજલે વિજીલન્સ સાથે જ હતી ત્યારે ન અટકાવાયા તો પ્રથમ મજલે કમિશ્નર બ્રાંચમાં કોણ છે ભાજપનો ચમચો?
કમિશ્નર બ્રાંચમાં કેરોસીનના ડબલા લઇ જઇ ભડ ભડ સળગી જવાની જવાની છુટ પૂર્વ મ્યુનિ. કમિશનર મુકેશકુમાર (મનઇ અધિકારી) ને ફડાકા મારી ચશ્મા તોડવાની છુટ તોડ ફોડ ભાંગફોડ કરી ગાળો બોલવાની છુટ પરંતુ અમૃત પીણું છાશના ગ્લાસ સાથે પ્રવેશવાની પાબંદી શા માટે ? છાશ કૌભાંડમાં આગામી દિવસોમાં તબકકાવાર આંદોલન કરીશે અને જે કોઇ આ કૌભાંડમાં સામેલગીરી સાબીત થશે તેને કોઇપણ સંજોગોમાં છોડાશે નહીં.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,