એડમીશન પ્રક્રિયા મોડી હોવાને કારણે વિઘાર્થીઓ પહેલા સેમેસ્ટર માટેની તૈયારી કરી ન શકતા હોવાને કારણે હવે વાર્ષિક પરીક્ષા યોજાશે
જીટીયુ તરીકે ઓળખાતી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસીટી એન્જીનિયરીંગ, ફાર્મસી, મેનેજમેન્ટ, ડિપ્લોમાં જેવા અનેક શૈક્ષણિક ડીગ્રી કોર્ષની સુવિધા આપે છે. આ ડીગ્રી કોર્ષની પરીક્ષા સેમેસ્ટર પઘ્ધતિથી લેવાય છે. પરંતુ જીટીયુએ આ વર્ષે સેમેસ્ટર પ્રથા નાબુદ કરવાનો નિર્ણય લીધો છે. ધો૧૦ બાદના આ ડિપ્લોમાં એન્જીનીયરીંગના પહેલા વર્ષમાં હવે વિઘાર્થીઓએ માત્ર એક જ વાર્ષિક પરીક્ષા આપવાની રહેશે.
જીટીયુ કાઉન્સીલની મીટીંગમાં આ નિર્ણય લેવાયો હતો. અધિકારીઓનું કહેવું છે કે એડમીશન પ્રક્રિયા મોડી થવાને કારણે સેમેસ્ટર પઘ્ધતિમાં સિલેબસ પુરુ કરવું મુશ્કેલ બને છે. અને વિઘાર્થીઓને પણ પરીક્ષા માટે સમય મળતો નથી. માટે નવા એડમીશન બાદ પહેલા વર્ષમાં ફકત એક જ પરીક્ષા લેવાશે. આ પૂર્વ ડિસેમ્બર અને મે મહિનામાં એમ બે પરીક્ષાઓ યોજાતી હતી. ધોરણ ૧૦ નું રિઝલ્ટ જુન મહીનામાં આવતા એડમીશન પણ પાછળ ધકેલાય છે. ત્યારે જીટીયુના એડમીશન પ્રક્રિયા ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં કરવામાં આવે છે.
તેથી વિઘાર્થીઓ પહેલા સેમીસ્ટર માટે સરખુ ભણી શકતા નથી અને પરીક્ષા નજીક આવી જાય છે. અધિકારીઓએ જણાવ્યું હતં કે ઘણા વિઘાર્થીઓ આ કારણે ડ્રોપ કરી દે છે. અથવા ફેલ થાય છે જીટીયુના વાઇસ ચાન્સલર નવીન શેઠે જણાવ્યું હતું કે એકેડેમીક કાઉન્સીલે સેમેસ્ટર પઘ્ધતિને કાઢી નાખી છે. એકેડમી દ્વારા ઘણા ફેરફારો અને નિર્ણયો લેવાયા છે. પરંતુ જીટીયુ બોર્ડ દ્વારા જ મંજુર કરવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,