દરેક આઈલાઈનર તમારી આંખને નુકસાન નથી કરતી, પરંતુ હવે પછી જ્યારે તમે પેન્સિલ આઈલાઈનર લો ત્યારે કાળજી રાખજો. પેન્સિલ આઈલાઈનરના કણો તમારી આંખમાં આવી શકે છે અને તમારી દૃષ્ટિને નુકસાન પહોંચાડી શકે છે. અભ્યાસના તારણ પ્રમાણે આઈલાઈનર આંખનું રક્ષણ કરતા કવચની જગ્યા લઈ લે છે
અને અગવડ ઊભી કરે છે. કેનેડાના સંશોધક એલિસનનું કહેવું છે કે જ્યારે આંખની અંદરની બાજુએ લાઈનર કરવામાં આવે ત્યારે મેક-અપ આંખમાં બહુ ઝડપી ટિઅર ફિલ્મ (આંસુ નીકળવા માટે જવાબદાર ત્રણ સ્તરોની રચના)માં સ્ળાંતર કરે છે. સંશોધકોએ અભ્યાસ કરવા મેક-અપના વિવિધ પ્રકારના રેકોર્ડિંગનો ઉપયોગ કર્યો. તેમણે વિવિધ પ્રકારે મેક-અપ કરીને આંખમાં દાખલ તા લાઈનરના કણોની સરખામણી કરી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,