ઓફિસ હોય કે કોલેજ બસ સૌથી સરળ હેરસ્ટાઇલ જેને ઉતાવળમાં તમે બનાવી દો છો તે છે પોનીટેલ. પોનીટેલ એક એવી હેરસ્ટાઇલ છે જેને બનાવવી અને કૅરી કરવી ખૂબ જ સરળ હોય છે. તે તમારાં દરેક આઉટફિટની સાથે પરફેક્ટ લાગે છે. પરંતુ તેને દરેક પ્રસંગે કૅરી નથી કરી શકતા અને તેનાથી સ્ટાઇલિશ લુક નથી મળતો. તેથી જ, હવે તમારી પોનીટેલને આપો મેકઓવર અને દરરોજ મેળવો એક અલગ લુક.
- માત્ર કીનારા પરજ નહિ આખી પોનીને કર્લ કરો
- તમારી પોનીટેલથી થોડો ગ્લેમરસ લુક મેળવવા માટે કર્લની મદદ લો. આ માટે પોનીટેલના કિનારા પર કર્લ કરી લો. જો તમે લુકને વધારે સ્ટાઇલિશ ઇચ્છો છો તો પોનીટેલને કમ્પલિટ કર્લ પણ કરી શકો છો.
- તમારી પોનીટેલને રબર બેન્ડને બાંધીને જૂનો લુક ના અજમાવો. તેને કંઇક અલગ લુક આપીને રબર બેન્ડને બદલે વાળના લેયરનો ઉપયોગ કરો. આ માટે નીચેથી એક વાળનું લેયર કાઢીને તમારી પોનીટેલને આનાથી બાંધો.
- તમારી પોનીટેલની સ્ટાઇલિશ લુક આપવા માટે વાળના પાતળા લેયરની મદદ લો. આ માટે બસ પોનીટેલ બનાવો અને ફ્રન્ટથી વાળની એક પાતળી લેયર કાઢો. તમારી પંસદના હિસાબે બંને સાઇડથી એક એક લેયર કાઢો અને માત્ર એક સાઇડથી તેને બહાર કાઢીને મેળવો સ્ટાઇલિશ લુક.