રાજય સરકારે ઉચ્ચ ગુણવત્તાવાળા રિફલેકટરો નાખવા કંપનીઓને કરી તાકીદ
હાલ નલીયા ખાતે આવેલી ઈન્ડિયન બસ્ટર્ડ સેન્ચૂરી ખાતે ૮૦ ટકા રિફલેકટરો મુકવામાં આવ્યા છે, પરંતુ હલકી ગુણવત્તાવાળા રિફલેકટરોથી અનેકવિધ પક્ષીઓ વીજ કરંટી મોતને ભેટયા છે, જેને લઈ રાજય સરકારે પાવર સપ્લાય કરતી કંપનીઓને ઈન્સલ્ટેડ વાઈયર અને રિફલેકટરો મુકવા તાકીદ કરી છે. જેથી હાઈ પાવર સપ્લાય હોવાનાં કારણે પક્ષીઓનાં જીવ બચી શકે.
સરકારી સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ૨૦૧૭ના સપ્ટેમ્બર માસમાં પાવર ટ્રાન્સમીશન કંપની સો જે બેઠક યોજાઈ હતી તેમાં તાકીદ કરવામાં આવી હતી કે વાયરોને અન્ડર ગ્રાઉન્ડ કરી દેવા જોઈએ કારણ કે ઈન્ડિયન બસ્ટર્ડ માટે તે બેસવાનું સ્ળ છે.
જેને લઈ ગુજરાત એર્ન્જી ટ્રાન્સમીશન કંપની અને પ્રાઈવેટ ફર્મએ વીલીંગનેસ દાખવી હતી અને ફોરેસ્ટ વિભાગ તરફી પરવાનગી લેવાની વાત પણ કરી હતી. પરંતુ અન્ડર ગ્રાઉન્ડ કેબલ કરવાના બદલે કંપનીઓએ રિફલેકટર નાખવાનું નકકી કર્યું હતું.આઈયુસીએનના સભ્ય દેવેશ ગઢવીએ જણાવ્યું હતું કે, તેમને થોડા સમય પહેલા જ જાણ થઈ કે રિફલેકટરોની ગુણવત્તા ખૂબજ નબળી છે. જયારે તેમણે ૧૦૦ રિફલેકટરોની તપાસ કરી તેમાંથી ૮૦ જેટલા બંધ હાલતમાં મળી આવ્યા હતા.
ગઢવીએ જણાવ્યું હતું કે, રિફલેકટરોની ગુણવત્તા એટલી નબળી હતી કે નવા લગાડયાના થોડા દિવસોમાં જ તે ખરાબ થઈ ગયા હતા.
નાલિયા વિસ્તારમાં ખુબજ ઓછા અને દુર્લભ પક્ષીઓ વધ્યા છે. ત્યારે તેનો જીવ આપણી જવાબદારી છે. માટે હવે અંડર ગ્રાઉન્ડ કેબલ લગાડવા વિચારણા કરવામાં આવી રહી છે. વન અધિકારીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે બે દુર્લભ ધોરાડ મૃત્યુ પામ્યા હતા. ૧૩ મેઈન પાવર લાઈન પસાર થાય છે તેી પક્ષીઓની મૃત્યુનું પ્રમાણ વધ્યું.