ગોલ્ડ કોસ્ટમાં 21માં કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની આજથી શરૂ થશે. ગેમ્સની શરૂઆત ગુરુવારથી થશે. ભારતીયો 10 ગેમ્સમાં ભાગ લેશે. આ ગેમ્સમાં મોટી તાકાત મેળવી ચૂકેલા ભારત સામે આ વખતે બે ટાર્ગેટ ખૂબ સ્પષ્ટ છે. પહેલો ટાર્ગેટ મેડલ ટેબલમાં ફરી ટોપ-4માં એન્ટ્રી કરવી અને બીજો ટાર્ગેટ દેશના કુલ મેડલ કાઉન્ટની સંખ્યા 500ને ક્રોસ કરવી. ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં રમવા માટે 217 ખેલાડીઓ મોકલ્યા છે.
ભારતની મેચ: 5 એપ્રિલે 10 ગેમ્સમાં ઉતરશે ભારતીયો
– બેડમિંટન- ભારત vs શ્રીલંકા, ભારત vs પાકિસ્તાન, ભારત vs સ્કોટલેન્ડ (મિક્સ્ડ ટીમ)
– વેટલિફ્ટિંગ- ગુરુરાજા (56 કિલો), એસ એમ ચાનુ (48 કિલો), એમ. રાજા (62 કિલો)
– જિમ્નાસ્ટિક- રાકેશ પાત્રા, યોગેશ્વર સિંહ, આશીષ કુમાર (ઈન્ડિવિજ્યુઅલ ઓલરાઉન્ડ અને ટીમ)
– હોકી- ભારત vs વેલ્સ ( મહિલા)
– બાસ્કેટ બોલ- ભારત vs કૈમરુન (પુરુષ)
– બાસ્કેટ બોલ- ભારત vs જમૈકા (મહિલા)
– સાઈક્લિંગ ( ટીમ પરસુઈટ) – એલીના રેજી, દેબોરાહ હેરોલ્ડ, મનોરમા દેવી, અમૃતા રઘુનાથ
– સાઈક્લિંગ (ટીમ સ્પ્રિંટ)- રંજીત સિંહ, સાહિલ કુમાર, સનુરાજ પી, મંજીત સિંહ
– સાઈક્લિંગ (મહિલા ટીમ સ્પ્રિંટ)- દેબોરાહ હેરોલ્ડ, એલીના રેજી
– સ્વીમિંગ- સાજન પ્રકાશ અને વીરધવલ ખડે (50મી. બટર ફ્લાઈ), શ્રીહરી નટરાજ ( 1દદમી. બેકસ્ટ્રોક) બોક્સિંગ, સ્કવોશ, ટેબલ ટેનિસ અને લોન બોલની ગેમ્સની શરૂઆત
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,