જિલ્લામાં આધારકાર્ડ ધારકોનો આંકડો ૩૧ લાખને પાર એકલા રાજકોટ શહેરમાં જ ૧૫,૨૫,૦૫૯ આધારકાર્ડ ધારકો: જસદણમાં ૩.૨૩ લાખ અને લોધિકામાં ૬૦ હજાર લોકો પાસે આધારકાર્ડ
રાજકોટ શહેર અને જિલ્લામાં આધારકાર્ડ ધારકોની સંખ્યા ૩૧ લાખને પાર કરી ગઈ છે. જિલ્લા વહિવટી તંત્ર અને મહાનગરપાલિકામાં હજુ પણ કુલ ૩૭ આધારપીતો કાર્યરત રાખવામાં આવી છે અને દરરોજ સેંકડોની સંખ્યામાં લોકો આધારકાર્ડમાં સુધારા-વધારા માટે તેમજ નવા આધારકાર્ડ કઢાવવા માટે આવી રહ્યા છે. સતાવાર રીતે રાજકોટ જિલ્લામાં આધારકાર્ડ ધારકોની સંખ્યા ૩૧,૧૯,૨૦૯ થઈ છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજય સરકાર દ્વારા લાભાન્વીત યોજનાઓ, બેંક એકાઉન્ટ, મોબાઈલ સીમકાર્ડ, રેશનકાર્ડ સહિતની બાબતોમાં આધારકાર્ડ ફરજીયાત કર્યા હોય લોકોમાં જાગૃતતા આવવાની સાથે-સાથે આધારકાર્ડ અનિવાર્ય બની જતા રાજકોટ શહેર અને જિલ્લામાં વસ્તીની તુલનાએ વહિવટી તંત્રએ ૧૧૧ ટકા લક્ષ્યાંક સિદ્ધ કરતા આધારકાર્ડ ધારકોની સંખ્યા ૩૧,૧૯,૨૦૯ના આંકડાને પાર કરી ગઈ હોવાનું સતાવાર સુત્રો જણાવી રહ્યાં છે.
વધુમાં યુનિક આઈડેન્ટીફીકેશન કાર્ડ આપવાની કામગીરી વર્ષ ૨૦૧૧થી શરૂ થઈ છે અને હજુ પણ અવિરત રીતે શહેર-જિલ્લામાં કુલ મળી ૩૭ જગ્યાએ આધારકાર્ડની કીટ દ્વારા આધારકાર્ડ કાઢવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસ અને બેંકમાં પણ આધારકાર્ડની કામગીરી ચાલી રહી છે ત્યારે દરરોજ સેંકડો લોકો આધારકાર્ડમાં નામ-સરનામા સુધરાવવા માટે આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન રાજકોટ જિલ્લાની આંકડાકીય વિગતો જોઈએ તો એકલા રાજકોટ શહેરમાં જ ૧૫,૨૫,૦૫૯ આધારકાર્ડ ધારકો છે. જિલ્લાના અન્ય તાલુકાની તુલનાએ જસદણ તાલુકો આધારકાર્ડ ધારકોની સંખ્યામાં મોખરે છે અને કુલ મળી ૩,૨૩,૭૪૧ લોકોએ આધારકાર્ડ મેળવ્યા છે. બીજા ક્રમે ગોંડલ તાલુકામાં ૨,૮૭,૪૩૪, જેતપુરમાં ૨,૫૩,૧૪૧, ઉપલેટામાં ૧,૮૨,૫૯૩, ધોરાજીમાં ૧,૬૦,૭૧૩, રાજકોટ તાલુકામાં ૧,૦૦,૬૦૨, પડધરી તાલુકામાં ૭૭,૮૯૦, જામકંડોરણામાં ૭૭,૦૦૫, કોટડાસાંગાણીમાં ૭૦,૬૭૭ અને જિલ્લામાં સૌથી ઓછા આધારકાર્ડ ધારકોની સંખ્યા લોધીકામાં ૬૦,૩૫૪ છે.
રાજકોટ જિલલા કલેકટર કચેરીના સતાવાર સુત્રોના જણાવ્યા મુજબ હાલ જિલ્લામાં જિલ્લા કલેકટર તંત્ર હસ્તકની ૧૮ જેટલી કીટો કાર્યરત છે અને કુલ મળીને જિલ્લામાં ૩૧,૧૯,૨૦૯ નાગરિકોએ આધારકાર્ડ મેળવ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,