ભીમ એપને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) દ્વારા ડેવલોપ કરવામાં આવી છે. તેની મદદથી લોકો યૂનીફાઈટ પેમેન્ટ ઇન્ટરફેસ દ્વારા પૈસા મંગાવી અને મોકલી શકો છો. આ એપ અત્યારે માત્ર એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને તેમાં આધાર પેમેન્ટ્સ નામનું ફીચર જોડવામાં આવ્યું છે.તેની મદદથી તમે સીધા કોઈ પણ શખ્સનાં આધાર નંબર પર મોકલી શકશો.
જે યુઝર પાસે યૂપીઆઈ માટે વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ નથી. તેના માટે આ એપ ઘણી જ કારગર સાબિત થશે. એટલે કે, તમને એકાઉન્ટ નંબર અને બેંકનાં આઈએફએસસી કોડથી છૂટકારો મળી જશે. ભીમ એપથી આધાર નંબરને પૈસા મોકલવા માટે કેટલીક મહત્વની બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે.
તમે જે શખ્સને પૈસા મોકલી રહ્યા છો. તેનો આધાર નંબર બેંક એકાઉન્ટ સાથે જોડાયેલો હોવો જોઈએ. જો આધાર નંબર બેંક સાથે જોડાયેલ નથી તો આધાર દ્વારા પૈસા નહી મોકલો શકો. બીજું તે છે કે, ભીમ એપ પ્રાઈવેસી અને સિક્યુરીટીનાં લીધે એકાઉન્ટ ધારકનું નામ નથી બતાવતું, તેવામાં પૈસા મોકલતા પહેલા એક વાર ખાતરી કરી લો કે તમે જે આધાર નંબર દાખલ કર્યો છે તે સાચો છે.
ભીમ એપ દ્વારા આધાર નંબર પર આ રીતે મોકલો પૈસા
૧. પોતાના ફોનમાં ભીમ એપ ખોલો.
2. સેન્ડ મની પર ટેપ કરો.
૩. ટોપમાં ડાબી બાજુ દેખાઈ રહેલ ત્રણ ડોટ પર ટેપ કરો. ત્યાર બાદ ‘આધાર પે’ ને સિલેક્ટ કરો.
૪. ત્યાર બાદ તે આધાર નંબર દાખલ કરો, જેના પર પૈસા મોકલવાના છે.
૫. હવે વેરીફાઈ પર ટેપ કરો. જ્યાં ચેક થાય છે કે, તે આધાર નંબર કોઈ બેંક એકાઉન્ટ સાથે જોડાયેલ છે કે નહી.
૬. હવે તમને તે શખ્સનો આધાર નંબર દેખાશે. જેની બીજી વખત ખાતરી કરી લો. કારણ કે, એકાઉન્ટ ધારકનું નામ નહી દેખાય.
૭. ત્યાર બાદ ટ્રાન્સફરની રકમ દાખલ કરો અને પેમેન્ટનું કારણ પણ જણાવો. ૮. હવે પે પર ટેપ કરો. આ પ્રકારે તમે ભીમ એપ દ્વારા કોઈ પણ આધાર નંબર પર પૈસા મોકલી શકશો.