રાજકોટના ડોકટરો દ્વારા શનિવારે રાત્રે હેમુગઢવી હોીમાં કરાઓકે સિસ્ટમ આધારિત જુના નવા ફિલ્મી ગીતોનો એક કાર્યક્રમ યોજાઇ ગયો.
ડોકટરો દ્વારા જ સંચાલીત કરાઓકે કલબનાં સભ્યો ડોકટરોએ જુના નવા ગીતો રજુ કરી શ્રોતાઓને મંત્રભુગ્ધ કર્યા હતા.
કરાઓકે કલબના સભ્યો એવા ડો. રાજેશ તૈલી, ડો. બ્રીજ તૈલી, ડો. ઋત્વી તૈલી, ડો. જનક ઠકકર, ડો. ભૂમિ ઠકકર, શ્રીમતિ વંદના તૈલી, ડો. હિરેન કોઠારી તેમજ ડો. પારુલ કાલરીયાએ હિન્દી ફિલ્મ જગતના સુપ્રસિઘ્ધ ગાયક કલાકારોના પોપ્યુલર ગીતો રજુ કરી શ્રોતાઓની દાદ મેળવી હતી.
ખાસ કરીને કિશોરકુમાર, મહમદ રફી અને મુકેશના ગીતો ઉપર ઓડીયન્સ આફીન પોકારી ઉઠયું હતું.
ડો. રાજેશ તૈલી એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડોકટરોનો વ્યવસાય અત્યંત તનાવપૂર્વક વાતાવરણમાં હોય છે. ગમે ત્યારે ગમે તે સમય ઇમરજન્સી માટે હંમેશા તૈયાર રહેવું પડે છે. આવા તનાવ ગ્રસ્ત વ્યવસાયમાં સંગીત એક એવું માઘ્યમ છે કે જેનાથી માનસીક સ્થિરતા અને શાંતિનો પરમ અનુભવ થાય છે.
ડો. જનક ઠકકરે અબતકને જણાવ્યું હતું કે સંગીતની અસર માનસીક અવસ્થા ઉપર ખુબ સકારાત્મક હોય છે એક ડોકટરે માનસીક સ્વસ્થ હોવું ખુબ જરુરી હોય છે.
કરાઓ કે દ્વારા અમે ડોકટરો નકકી કરેલા સમયે એકઠા થઇ ને સંગીત દ્વારા મેડીટેશન કરતા હોઇએ એવું અનુભવીએ છીએ.
દરેક દર્દીઓને અમો સંગીતની સકારાત્મક અસર વિશે માહીતગાર કરીએ છીએ અને એમાં અમારો સ્વાનુભવ વર્ણવીએ છીએ.
રાજકોટ મેડીકલ એસો.ના પ્રમુખ હિરેન કોઠારીએ સંગીત એમના જીવનમાં કેવો સકારાત્મક ભાગ ભજવ્યો છે એની માહીતી આપી હતી.
પુરા કાર્યક્રમનું સંચાલન ડો. રાજેશ તૈલીએ ખુબ રસથાળ શૈલીમાં કરીને શ્રોતાઓને અંત સુધી જકડી રાખ્યા હતા. સંપૂર્ણ પણે હાઉસફુલ હેમુ ગઢવી હોમાં ડોકટરના પરિવાર ઉ૫રાંત સંગીતના શોખીન દર્દીઓ કે જેમને સંગીતનો સકારાત્મક અનુભવ થયો હોય તેઓએ પણ મનભરી કાર્યક્રમને માણ્યો હતો.