જનરેસન ગેપ અને માતા-પિતાની ઉપેક્ષા મુદ્દે સમાજને સમજાવવાનો પ્રયાસ
સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ શહેર પોલીસ તથા લોહાણા મૈત્રી મહીલા મંડળના સંયુકત ઉપક્રમે અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે દરયિમાન રાજકોટની કલાપ્રિય જનતા સમક્ષ કુપૂત્રો જાયેત કવચિદયી કુમાતાન ભવતિ અંતર્ગત મેરી અખીયોકે નૂર નૃત્ય નાટિકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટનાં સંયુકત ઉપક્રમે આયોજીત નૃત્યનાટિકા અતિ વિશાળ જનસંખ્યા ધરાવતો લોકશાહી ભારત દેશ અનેક બર્નિગ પ્રોબ્લેમથી ધેરાયેલો છે. કેટલક હ્રદય દ્વાવક સામાજીક પ્રોમ્લેમ પૈકી જનરેશન ગેપ અને અમુક પરિવારોમાં સંતાનો દ્વારા વૃઘ્ધ-માતા-પિતા પ્રત્યેની ઉપેક્ષા મોખરે છે. જેમહત્વના પ્રશ્ર્નની અવગણના કરવામાં આવે છે. સમાજને ગ્રેટ મેસેજ આપતા કાર્યકમોના અગ્રેસર રાજકોટની કલા સેવા સંસ્થા લોહાણા મૈત્રી મહીલા મંડળ આપની સમક્ષ રજુ કર્યુ હતું.
નૃત્વનાટિકા કુપૂત્રો જાયેત કવચિદયી કુમાતા ન ભવતિ અંતર્ગત મેરી અખીયો કે નૂર આ કાર્યક્રમમાં લોહાણા મહાજન પ્રમુખ શ્રીમતિ કાશ્મીરાબેન નથવાણીના અઘ્યક્ષ સ્થાનનાં આ કાર્યક્રમના અતિથિ વિશેષ પદે શ્રીમતિ સંઘ્યાબેન ગેહલોત તથા મહાજનના હોદેદારોશ્રીઓ ઉ૫સ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મહેમાનશ્રીઓ શ્રીમતિ અંજનાબેન હિંડોચા, મંત્રીશ્રી લોહાણા મૈત્રી મહાજન મંડળ, સુ.શ્રી ઇન્દીરાબેન શીંગાળા, પ્રમુખશ્રી લોહાણા મૈત્રી મહાજન મંડળ, સુ. શ્રી ઇન્દિરાબેન જસાણી, ઉપપ્રમુખશ્રી લોહાણા મૈત્રી મહાજન મંડળ હાજરી આપી હતી.
વિશેષમાં આ કાર્યક્રમ દરમિયાન સહ કાર્યકર્તા શ્રીમિત કમલાબેન ભાગ્યોદય, દિપ્તીબેન કકકડ, સ્મિતાબેન ગણાત્રા, ભાવનાબેન ચતવાણી, કલ્પનાબેન પોપટ, હેતલબેન કારીયા, કલાબેન ખખ્ખર મહત્વનો ભાગ ભજવ્યો હતો.
અબતક સાથેની વાતચીત દરમિયાન એ જણાવ્યું હતું કે મેરી અંખીયો કે નુર નાટક મા વિશે છે જેના આજના સમયના માત્ર બાહ્ય દેખાવના કારણે માતા-પિતાની હાલત શું થતી હશે ? આજના બાકળો માટે માતા-પિતા ઘણું વેઠે છે. એ નજર અંદાજ કરી બાળકો માત્ર બાહ્ય દેખાવ જ જોવો છેઅને કઇસમજવા તૈયાર નથી પરંતુ જયારે તેને એ અહેસાસ થાય છે ત્યારે ખુબ પસ્તાવો કરે કે આ વિશેની જ નાની એવી એક ચર્ચા ઇન્દુબેન શીંગાળાએ નાટકમાં પરીણમી છે.
અબતક વાતચીત દરમિયાન અંજનાબેન હિંડોચાએ જણાવ્યું હતું કે મેરી અખીયો કે નુર દ્વારા કોમ્યુનીકેશન ગેપ ઘટાડી શકાય છે.
અબતક વાતચીત દરમિયાન ઇન્દિરાબેન વીઠલભાઇ શીંગાળાએ જણાવ્યું કેઆ સંસ્થા મહીલા દ્વારા અને મહીલા થકી જ ચાલેછે તેનો મુખ્ય હેતુ મહીલાને આગળ વધારવાનો છે.
અબતક વાતચીત દરમિયાન જણાવ્યું કે માતા-પિતા અને સંતાન વચ્ચે મિત્રતા ના સંબંધ હોવા જોઇએ જેનાથી માતાપિતા પોતાના સંતાનની તકલીફ દુર કરી શકે અને સંતાન એક મિત્ર તરીકે માતાપિતાને સન્માન આપે.