શાસ્ત્રી મેદાન ખાતે બુધવાર સુધી આયોજન: આધુનિક ખેત પધ્ધતિ, બિયારણો, ખાતરો અને બાગાયાતી ખેતી અંગે માહિતી અપાશે
રાજકોટના શાસ્ત્રી મેદાનમાં તા.૧ એપ્રીલથી તા.૪ એપ્રીલ સુધી એગ્રોટેક કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કૃષિ મેળામાં રાજકોટ ઉપરાંત ગુજરાતભરમાંથી કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ ઉત્પાદકોએ પોતાના સ્ટોલ રાખ્યા છે. સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતભરમાંથી રવિવારના દિવસે ખેડુતો આ કૃષિ મેળામાં આધુનિક પધ્ધતિની ખેતી અને વિવિધ ખાતરો તથા બીયારણની માહિતી તેમજ બાગાયત ખેતી વિશેના તાજા સંશોધનો અંગે માહિતી મેળવવા ઉમટી પડયા હતા.
અબતક સાથે વાતચીત દરમિયાન સનેડો એ ખેતીમાં વાવેતરથી લઈને છેક સુધી ઉપયોગમાં આવે છે. આધુનીક બળદ ગાડુ કહી શકાય.
આ અંગે વધુ વિગતો આપતા સાહસ એગ્રો ઈન્ડ.નાં હિંમતભાઈ પલસાણા તથા વિનુભાઈ ભીકડીયાએ જણાવ્યું હતુ કે ભારત સરકારનાં પ્રોજેકટ મેકઈન ઈન્ડીયા તેમજ સ્કીલ ઈન્ડીયા અંતર્ગત આધુનિક ઓટોમેટીક ઓરણી મોઘા ભાવના બિયારણનો બિલકુલ વેડફાટ કરતુ નથી આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સનેડોના નામથી જાણીતું થયેલું વાહન મીની ટ્રેકટરની ગરજ સારે છે. સાથોસાથ બળદ ગાડાની ગરજ પણ સારે છે. સનેડાની પાછળ ટ્રોલી જોઈન્ટ કરી શકાય છે. આ ઉપરાંત ખેતરમાં દવા છાંટવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે
જૂનાગઢના ડો. કે.એમ. કારીયા જૂનાગઢ કૃષિ વિભાગના બાગાયત સંશોધકના વૈજ્ઞાનિકે જણાવ્યું છે એગ્રીકલ્ચર અંગેના ડિપ્લોમાં કોર્ષનો સમાવેશ થાય છે. પશુ વિભાગ અને ખેતી વિભાગ દ્વારા દરેક જાતની માહિતી મળે છે.
જૂનાગઢ કૃષિ યુનિ. દ્વારા મૂલ્યવર્ધક ખેતી અંગે ખેડુતોને ખાસ માર્ગદર્શન આપવામાં આવે છે. ખેતીનાં સીઝનલ પાકમાં જયારે બજારમાં માલનો ભરાવો થઈ જાય ત્યારે તૈયાર જણસોના ભાવ ખૂબ નીચે ચાલ્યા જાય છે. ત્યારે ખાસ કરીને બોટલોમાં ભરીને માર્કેટમાં મૂકી શકાય તેવી પ્રોડકટ ખેડુત સીધી જ પોતાના માર્ગદર્શન હેઠળ બનાવીને બજારમાં મૂકે તો ૪ થી ૫ ગણો નફો મેળવી શકાય છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિ. ખેડુતોને ખાસ માર્ગદર્શન આપે છે.
પ્રતુલ એચ. શેલત કામા કપિલ સેલ્સના માલીકે જણાવ્યું કે હુક પોટ, સ્ટેકે પોટ આ સિવાય અન્ય પ્રકારનાં પોટ કિચન અને ટેરેસ ગાર્ડન માટે અગત્યના છે. જે ઓછી જગ્યાના વધુ ઉપયોગ થઈ શકે છે.
કુકાભાઈ માવજીભાઈ પાનસુરીયાએ જણાવ્યું કે સાહસ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ એ ઓરણી દ્વારા તમામ પ્રકારનાં બિયારણ વાવી શકાય આ ઉપરાંત સમય અને શકિતનો બચાવ થાય છે.
એક મુલાકાતી હિરાભાઈએ જણાવ્યું કે નવી ટેકનોલોજીના ઓજારો એ ઓછી મહેનતે ખેતી સરળ કરી દીધી છે.
ડીર્ધ એગ્રોટેકથી વિપુલભાઈએ જણાવ્યું કે મલ્ચીંગ ફિલ્મ અને ફ્રુટ ફોમ નેટ એ હાઈટેક ટેકનોલોજી છે. જેનાથી ઉત્પાદનમાં વધારે થાય છે. ગુણવતામાં પણ વધારો કરે છે. આધુનિક ટેકનોલોજીથી પાણીનો પણ બચાવ કરી શકાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,