લો-કમિશનના સભ્ય ભારદ્વાઝ, ડિસ્ટ્રીકટ જજ આર.કે.દેશાઈ, બારના પ્રમુખ અનિલ દેસાઈ, જજીસો અને સીનીયર-જૂનીયર એડવોકેટ ઉપસ્થિત રહ્યા
રાજકોટ કલેઈમ બાર એસો.નું વાર્ષિક કાર્યક્રમ શહેરના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.કે.દેસાઈના પ્રમુખ સ્થાને ગુ‚વારના રોજ યોજાઈ ગયેલો હતો આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના લો કમિશનના મેમ્બર અભય ભારદ્વાજ બાર એસો.ના પ્રમુખ અનિલભાઈ દેસાઈ બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન દિલીપ પટેલની ઉપસ્થિતિમાં રહ્યા હતા.
આ કાર્યક્રમમાં કલેઈમ બારના મોટી સંખ્યામાં વકીલ ભાઈ બહેનો હાજર રહેલા હતા તથા શહેરના તમામ એપેલન્ટ ન્યાયધીશઓ બાબી , રાવલ , ઠાકર, ર્પી.કે. સતીષ, વી.વી. પરમાર, બ્રહ્મભટ્ટ, પૂરોહિત તથા તમામ બાર એસો.ના હોદેદાર તથા કારોબારી મેમ્બરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં અનિલભાઈ દેસાઈએ તેમના વકતવ્યમાં કલેઈમ બારના વકીલો અને તેની કામગીરી અંગે સંતોષ વ્યકત કરી જણાવેલું હતુ કે કલેકઈમ બાર હંમેશા લોક અદાલતો સફળ બનાવવામાં પહલે ક્રમે રહેલું છે. તેમજ તેમના પરિણામે ઝડપી ન્યાય અરજદારોને મળી રહે છે. તેમજ લો કમિશ્નના સભ્ય અભય ભારદ્વાજ જણાવેલું હતુ કે જૂનીયર વકીલોની હાલની કામ હરીફાઈ થતી હોય તેમને નવા કેસ મેળવવામાં તકલીફો થતી હોય સીનીયર વકીલોએ જૂનીયર વકીલોને મદદ કરવા આગળ આવવું જોઈએ અને તેઓનાં કલ્યાણ માટે મંડળી બનાવી વગર વ્યાજની લોન આપવી જોઈએ તેવું જણાવેલું હતુ.
કલેઈમ બારના પ્રમુખ રાજેશ મહેતાએ મારા ઉપર વિશ્ર્વાસ મુકી ચોથી વખત પ્રમુખ બનાવવા બદલ આભાર માનેલા અને દરેક વખતે ઉપપ્રમુખ તરીકે પોતાની કમીટીમાં ગીરીશ પ્રજાપતિએ સુંદર કામગીરી કરી તમામ અન્ય હોદેદાર તથા કારોબારી સભ્યોએ પણ ખૂબજ સાથ આપેલો છે. બાર અને બેચ વચ્ચે સુલેહભર્યું વાતાવરણ હેઠળ સારા સંબંધશે બંધાઈ રહે અને તેનાથી ઝડપી કેસોનો નિકાલ થાય તેવા પ્રયત્ન કરેલા છે. તેમ અંતમાં જણાવેલ હતુ કાર્યક્રમનું સમગ્ર સંચાલન પોતાની અનોખી શૈલીમાં જીલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ કરેલ હતુ.
ડીસ્ટ્રીકટ જજ આર.કે.દેસાઈ તેમના વકતવ્યમાં શહેરમાં વકીલોના સાથ સહકારથી મોટી સંખ્યામાં કેસોનો નિકાલ કર્યો છે. તમામ કોર્ટોમાં કલેઈમ કેસમાં વળતર બાબતમાં એક સુત્રતા જળવાઈ રહે તેવા પ્રયત્ન થયેલા છે. જેથી રકમમાં અસમાનતા દૂર થાયતેમજ ૨૦૧૦ સુધીના મોટાભાગના કેસોના નિકાલ થયેલા છે.
આ કાર્યક્રમ કલેઈમ બાર હોદેદારો પ્રમુખ રાજેશ મહેતા ઉપપ્રમુખ બાર જી.આર.પ્રજાપતિ સેક્રેટરી અજય જોષી ટ્રેઝર, આર.પી.ડોરી, કારોબારી સભ્ય અજય સેદાણી, એ.ટી. જાડેજા, ભાવેશ મકવાણા, રક્ષાબેન ઉપાધ્યાય, કલ્પેશ નસીત, સીનીયર, ધારાશાસ્ત્રીઓ સુનિલ મોઢા, જે.જે. ત્રિવેદી, એન.આર. શાહ, એ.જી.મોદન, જી.એ.સુરૈયા, કે.જે.ત્રિવેદી, ગોપાલભાઈ ત્રિવેદી જયદેવભાઈ શુકલ, કપીલ શુકલ, અર્જુનભાઈ પટેલ અને બાર એસોસીએશનના પુર્વ પ્રમુખ પિયુષ શાહ, હિતેશ દવે, કે.એલ. વ્યાસ અને ડી.આર. પટેલ વિગેરે બહોળી સંખ્યામાં વકીલઓ હાજર રહેલ