રાજકોટ નાગરિક સહકારી બેન્કના ઈતિહાસમાં વિક્રમ સર્જક ૧૧૩.૨૬ કરોડનો નફો
રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.નાં ઇતિહાસમાં વિક્રમસર્જક જ નફો રૂ. ૧૧૩.૨૬ કરોડ નોંધાયેલ છે અને આ પરિણામે એક નવો અને ગૌરવવંતો રેકોર્ડ બનાવ્યો છે.
બેન્કના ચેરમેન નલિનભાઇ વસા અને વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલની સંયુક્ત યાદી મુજબ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૨૦૧૮નાં અન ઓડિટેડ પરિણામો જોઇએ તો, ‘નફો રૂ. ૧૧૩.૨૬ કરોડ, બિઝનેશ રૂ. ૬,૪૮૩.૮૪ કરોડ, થાપણ રૂ. ૪,૧૨૭.૫૪ કરોડ અને ધિરાણ રૂ. ૨,૩૫૬.૩૦કરોડ નોંધાયેલ છે. સહુએ સો મળીને મેળવેલ નવા લક્ષ્યાંક બદલ આભાર. ૩૮ શાખાનાં બેન્કનાં નેટવર્કમાં મહારાષ્ટ્રમાં ૪ શાખા, ૨ એક્સટેન્શન કાઉન્ટર + ૨ ઓફસાઇટ એટીએમ કાર્યરત છે. મોબાઇલ બેન્કિંગ સુવિધાનો લાભ સેકંડો ખાતેદાર મેળવી રહ્યા છે. બેન્કનું એટીએમ કમ શોપીંગ કાર્ડ દેશભરનાં ૨ લાખી વધુ એટીએમ અને પીઓએસમાં વપરાશ કરી શકાય છે. સી.ટી.એસ., એન.ઇ.એફ.ટી., આર.ટી.જી.એસ.માં ડાયરેક્ટ મેમ્બરશીપ ધરાવે છે. છ દાયકાી વધુ સમયી જન વિશ્ર્વાસની આરાધના કરતી, આ ‘નાના માણસોની મોટી બેન્ક’ ૨,૭૭,૭૧૦થી વધુ સભાસદોનો વિશાળ પરિવાર ધરાવે છે અને છેલ્લા ૫ વર્ષથી (વ્યક્તિગત) સભાસદોને રૂNAlinbhai vasa. ૧ લાખનાં અકસ્માત વીમા કવચની ભેટ આપેલી છે. જાહેર શેર ભરણા માટે (આઇપીઓ) ભરનાર માટે બેન્ક આસ્બા સુવિધા ધરાવે છે. બેન્કનું બચત ખાતુ આધાર કાર્ડ સો લીન્ક કરી ગેસ સબસીડી જમા મેળવવાનો લાભ સેંકડો ખાતેદારો સરળતાી મેળવી રહ્યા છે. આ ઉપરાંત સરકારશ્રીની વિવિધ આવાસ યોજનામાં મહત્તમ ધિરાણ ખાતેદાર આપણી બેન્કનાં લાર્ભાી છે.’
બેન્કનાં સીઇઓ હરકિશનભાઇ ભટ્ટ અને જનરલ મેનેજર વિનોદકુમાર શર્મા આ જ્વલંત અને યશસ્વી સફળતાનો યશ બોર્ડ ઓફ ડિરેકટર, શાખા વિકાસ સમિતિનાં સભ્યો, ડેલીગેટ, વિશાળ ગ્રાહક વર્ગ, સભાસદ પરિવાજનો અને કર્મઠ કર્મચારીગણને આપતાં સમગ્ર નાગરિક પરિવારનો હાર્દિક આભાર માને છે.