ટ્રાન્સપોર્ટેશન અને સ્પેશ્યલ ફીમાં વધારો કરાતા રૂ.૫૬ થી રૂ.૮૭૪ સુધીનો વધારો જોવા મળશે
દારૂ ઉપરની ટ્રાન્સપોર્ટેશન ફીમાં વધારો ઝીંકાતા આજી ગુજરાતમાં મળતો પરમીટનો દારૂ મોંઘો થઈ ગયો છે. જો કે જે લીકર શોપમાં તા.૩૧ માર્ચ પહેલાનો દારૂનો સ્ટોક હશે તેમને વધુ પૈસા ચૂકવવા પડશે નહીં.
સૂત્રોના જણાવ્યા મુજબ પરમીટના દારૂની કિંમતમાં વધારો થવાની અસર ૧૫ દિવસ બાદ જોવા મળશે. આ ગાળામાં એપ્રીલના સ્ટોકની ખરીદી થશે ત્યારબાદ ભાવ વધારો થશે. જો કે, અમલવારી તો આજી જ શરૂ થઈ જશે.
પરમીટી દારૂ વેંચનાર લીકર શોપના માલીકોને ટ્રાન્સપોર્ટેશન અને સ્પેશ્યલ ફીમાં વધારો થવાથી દારૂ મોંઘો પડશે. દારૂના ભાવમાં રૂ.૫૬થી રૂ.૮૭૪ સુધીનો વધારો જોવા મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. દારૂની બ્રાન્ડ મુજબ ભાવમાં વધારો થશે.