SC/ST એક્ટમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલાં ફેરફાર વિરૂદ્ધ દેશભરમાં દલિત સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે. આ વચ્ચે સુપ્રીમ કોર્ટના આદેશોને લઈને કેન્દ્ર સરકાર પુર્નવિચાર અરજી દાખલ કરશે. સુપ્રીમ કોર્ટે 20 માર્ચે મહારાષ્ટ્રના એક મામલાને લઈને SC/ST એક્ટમાં નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. ત્યારે જાણીએ શું છે આ નવી ગાઈડલાઈન. તેમજ શું છે આ સમગ્ર વિવાદ અને કયા પક્ષની શું છે દલીલ
– SC જૂથના મહારાષ્ટ્રના એક શખ્સે સરકારી અધિકારી સુભાષ કાશીનાથ મહાજન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં મહાજન વિરૂદ્ધ તે શખ્સે પોતાના ઉપર કથિત આપત્તિજનક ટીપ્પણીઓના મામલે પોતાના બે જૂનિયર કર્મચારી વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી પર રોક લગાવવાનો આરોપ લગાવ્યો હતો.
– અરજકર્તાનું કહેવું છે કે તે કર્મચારીઓએ તેના પર જાતિસૂચક ટીપ્પણીઓ કરી હતી.
– બચાવ પક્ષે દલીલ કરી હતી કે કોઈ અનુસૂચિત જાતિ કે વ્યક્તિ વિરૂદ્ધ ઈમાનદાર ટીપ્પણીઓ કરવી જો ગુનો બની જશે તો તેના કામ કરવાનું મુશ્કેલ થઈ શકે છે.
– કાશીનાથ મહાજને FIR રદ કરાવવા માટે હાઈકોર્ટનું શરણું લીધું હતું, પરંતુ બોમ્બે હોઈકોર્ટે તેનો ઈન્કાર કરી દીધો હતો.
– જે બાદ મહાજને હાઈકોર્ટના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેના પર સુપ્રીમ કોર્ટે FIR હટાવવાના આદેશ આપતાં SC/ST એક્ટ અંતર્ગત તત્કાલ ધરપકડ પર રોકનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે આવા મામલાઓમાં આગોતરા જામીનને પણ મંજૂરી આપી દીધી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,