Sc/ST એક્ટમાં ફેરફાર વિશે સુપ્રીમ કોર્ટમાં નિર્ણય સામે મોટી સંખ્યામાં દલિત સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે એસસી-એસટીનો ખોટો દૂર ઉપયોગ થતો હોવાની વાત કરી હતી અને ત્યારપછી એમાં થોડા ફેરફાર કર્યા હતા. કોર્ટના આ નિર્ણયથી દલિત સંગઠને કાયદો નબળો કરવાની દલીલ કરી હતી અને ત્યારથી આ નિર્ણયનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સુપ્રીમ કોર્ટેશું નિર્ણય કર્યો હતો?
સુપ્રીમ કોર્ટે 20 માર્ચે જાહેર કરેલા એક આદેશમાં એસસી-એસટી એક્ટનો દૂરઉપયોગ થતો હોવાની ચિંતા વ્યક્ત કરીને તે અંતર્ગત ધરપકડ અથવા ગુનાહિત કેસ દાખલ કરવા માટે પ્રતિબંધ લગાવી દીધો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,