શેરડીનો રસ, આઇસ્ક્રીમ-ગોલા અને કેન્ડી જેવી ઠંડી વસ્તુઓ ખાવાની સિઝન એટલે ઉનાળો. વળી આ સિઝનમાં ત્વચા અને સ્વાસ્થ્યની કાળજી પણ ખૂબ જ જરુરી છે. ઉનાળામાં ઠંડુ ખાવાની મજા તો પડતી હોય છે. તેની સાથે સાથે તે બિમારીયો પણ લાવે છે. જો ખોરાક લેવામાં ધ્યાન ન રાખો તો આરોગ્ય આપદા પણ આવે છે. આજે હું તમને એવા ખોરાક વિશે જણાવીશ. જે ઉનાળાની ઋતુ માટે જરાપણ યોગ્ય નથી.
– આલ્કોહોલ :
સમરમાં દિવસના તાપ અને ગરમી હોય છે. પણ રાત્રે ઠંડના સમયે આલ્કોહોલ લેવાના શોખિનોએ જાણવું ખૂબ જ જરુરી છે. કે આલ્કોહોલ શરીરનું તાપમાન વધારે છે. માટે જો તમે સમરમાં પણ ડ્રિન્ક કરતા હોય તો તેને ટાણો. કારણ કે તેનાથી શરીરમાં પાણીની ઉણપ, રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો, જેવા અન્ય રોગ પણ થઇ શકે છે.
– કેરી :
આમ તો કેરી ઉનાળાની જ આઇટમ છે. પણ કેરી ગરમ ફળ છે. જેનું સેવન કરવાથી ડાયેરીયા, પેટમાં દુખાવો, અને માથાના દુખાવા જેવી સમસ્યા થઇ શકે છે.
– ડેરી પ્રોડક્ટ :
જો તમે ઠંડક માટે મિલ્ક શેક પીવાનું પસંદ કરતા હોય તો રોજ લેવાનું ટાળવું કેમ કે જ્યારે બહારનું તાપમાન વધુ હોય અને શરીરનું તાપમાન પણ વધતા હોય અને શરીરનું તાપમાન પણ વધતા ક્રમમાં હોય ત્યારે દૂધ, માખણ, દહીં, ચીઝ, જેવા ડેરી પ્રોડક્ટથી અપચો થઇ શકે છે.
– ડ્રાય ફ્રૂટ :
આપણે સૌ કોઇ જાણીએ છીએ કે અખરોટ, બદામ, દ્રાક્ષ જેવા ડ્રાયફ્રૂટ ખૂબ જ હેલ્ધી છે પરંતુ ઉનાળામાં ડ્રાયફ્રૂટ ન ખાવા જોઇએ. કારણ કે તે શરીરનું તાપમાન વધારે છે.
– મસાલા :
રસોઇમાં સ્વાદ વધારવા વપરાતા હિંગ, તીખા, તજ, મરી જેવા ગરમ મસાલાનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી આરોગ્યને નુકશાન થઇ શકે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com