શહેર અનુસુચિત જાતી,જન જાતિ સમાજ ડો. બાબા સાહેબની પ્રતિમા પાસે ધરણા કરી સુપ્રીમના ચુકાદાનો વિરોધ કરશે
એટ્રોસીટી એકટ ૧૯૮૯ અંતર્ગત ચાલતા કેસમાં સુપ્રિમ કોર્ટ દ્વારા જે ચૂકાદો આપવામાં આવ્યો છે. તેને રદ કરવાની માંગ સાથે ૨ એપ્રીલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ સાથે રાજકોટ શહેર અનુ.જાતી, જન જાતિ સમાજ ૨ એપ્રીલનાં રોજ ડો. બાબા સાહેબની પ્રતિમા પાસે ધરણાનો કાર્યક્રમ યોજાશે
એટ્રોસીટી એકટ ૧૯૮૯ અંતર્ગત ચાલતા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો તે ભારત દેશની ૪૦ કરોડની વસ્તી ધરાવતા સમુહને અન્યાયકર્તા હોવાથી આ ચુકાદાને સત્વરે રદ કરવા ભારત સરકારે પ્રિવન્સ ઓફ એકટ હેઠળ રીવ્યુ પીટીશન ફાઈલ કરવા માંગણી કરવામાં આવી છે. તેમજ આ ચુકાદાના વિરોધમાં તા.૨ ના ભારત બંધ એલાન આપવામાં આવેલ છે.તેના ભાગરૂપે અને સમર્થનમાં રાજકોટ શહેર તથા ગ્રામ્યના અનુસુચિત જાતી અને અનુસુચિત જન જાતિ સમુદાયના તમામ સંગઠનો કર્મચારી યુનિયનો, સામાજીક સંગઠનો, સામાજીક આગેવાનો, ચૂંટાયેલા પ્રજા પ્રતિનિધિ તા.૨ના રોજ સવારે ૧૦ કલાકે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એકત્રીત થઈ ધરણાનો કાર્યક્રમ યોજશે.
ધરણા કાર્યક્રમની વિગત આપવા નિવૃત એડી. ડિસ્ટ્રીકટ જજ કે.બી. રાઠોડ, નરેશભાઈ પરમાર, સુરેશભાઈ બથવાર, નરેશભાઈ સાગઠીયા, પી.પી. શ્રીમાળી, રમેશભાઈ કોલી, સી.કે. રાઠોડ, ભવાનભાઈ ગોહિલ, હેમતભાઈ મયાત્રા, અનિલભાઈ જાદવ, દિપકભાઈ પુરબીયા, જીતેન્દ્રભાઈ મહીડા, ગોવિંદભાઈ વઘેરા, પરેશભાઈ સાગઠીયા, માવજીભાઈ રાખસીયા, જગદીશ ચૌહાણ, જીતેન્દ્રભાઈ વાગડીયા, પ્રવિણભાઈ સાગઠીયા, અશોકભાઈ દામોદરા, નરેન્દ્રભાઈ રાઠોડ, હિતેષભાઈ પરમાર અને મનોજભાઈ ગેડીયાએ ‘અબતક’ની મુલાકાત લીધી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,